સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th January 2018

કાયદાનો વિદ્યાર્થી શ્રેષ્ઠ સમાજનું ઘડતર માટે મદદરૂપ બને છેઃ નાનજીભાઇ વેકરીયા

જુનાગઢમાં લોકોલેજના ઉપક્રમે લોફેસ્ટ-૧૮માં પ્રેરક ઉદબોધન

જુનાગઢમાં લો કોલેજના ઉપક્રમે યોજાયેલ લો ફેસ્ટ-૧૮માં ઉપસ્થિત આગેવાનો મહેમાનોને સ્વાગત કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર તથા નિચેની તસ્વીરોમાં કોલેજના વિદ્યાર્થીઓ પોતાની કલા રજુ કરતા નજરે પડે છે (તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

જુનાગઢ તા.૧૩: જુનાગઢ જુનીયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલીત લો કોલેજ અને એન.આર.વેકરીયા માસ્ટર ઓફ લો કોલેજના સયુંકત ઉપક્રમે યોજાયેલા 'લો ફેસ્ટ-૧૮'માં ત્રિવિધ કાર્યક્રમો યોજાય હતા. અધ્યક્ષ નાનજીભાઇ વેકરીયા દ્વારા વિદ્યાર્થીઓને જણાવ્યુ હતુ કે, કાયદાનો વિદ્યાર્થી શ્રેષ્ઠ સમાજનું ઘડતર કરવામાં મદદરૂપ બને છે. મુખ્ય અતિથિ જુનાગઢ જિલ્લાના ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ ડી.ટી.સોનીએ જણાવ્યુ હતુ કે, નિષ્ફળતા એ જ સફળતાનો પાયો છે. ''તેમજ આમંત્રિત અતિથિ તરીકે આવેલા બાર એસોસીએશન ઓફ જુનાગઢના પ્રમુખ ડી.વી.કુંભાણીએ જણાવ્યુ હતુ કે, ''લો કોલેજ જુનાગઢ એટલે કાયદાની ભિષ્મ પિતામહ કે જેણે અનેક ન્યાયધીશો, ધારાશાસ્ત્રીઓ, લો ઓફિસરો સમાજને આપ્યા છે જેનો મને વિદ્યાર્થી હોવાનો ગર્વ છે.''

સૌરાષ્ટ્રમાં અનેક વિધ્વાન ન્યાયધીશો, લો ઓફિસરો, ધારાશાસ્ત્રીઓ આપનારી જુ.જુ.ચે.એજ્યુ.ટ્રસ્ટ સંચાલીત લો કોલેજમાં યોજાયેલા 'લો ફેસ્ટ-૧૮' કાર્યક્રમમાં જિલ્લા કાનુની સેવા સતા મંડળના સચિવ આર.પી.દેવેન્દ્ર, ભૂતપૂર્વ ફાસ્ટ્રેક જજ રાજેશ ઠાકર, ચેરીટી કમિશ્નર બી.એચ.હુણ સહિત ટ્રસ્ટી મંડળના ઉપપ્રમુખ સુરેશભાઇ વેકરીયા, ટ્રસ્ટી હરીભાઇ પટેલ, સંજયભાઇ ઘીયા, ગીરીશભાઇ કાંજાણી સહિતના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ ડો.લતા કારીયા, એન.આર.વેકરીયા માસ્ટર ઓફ લો કોલેજના પ્રો.ડો. લતા મુલચંદાણી સહિતના લો પરિવાર તથા વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

(11:59 am IST)