સરકારી ગ્રાન્ટમાંથી, લોકોએ કલ્પના પણ ન કરી હોય તેવા વિકાસના કામો મોરબીમાં કરવામાં આવશે
સ્થાનીક તંત્ર સાથે વિગતવાર મિટિંગ યોજીઃ માર્ગદર્શન આપવા સાથે જરૂરી આદેશ કાર્ય
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૧૧: રાજયના શ્રમ અને રોજગાર તથા પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજાની હાજરીમાં મોરબી કલેકટર કચેરી ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રોડ રસ્તા, લાઈટ, પાણીના વિકાસ કામો કઈ રીતે ઝડપથી હાથ ધરી શકાય તેને લઇને ચર્ચા કરવામાં આવી હતી.
મોરબીની કલેકટર કચેરી ખાતે રાજયના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજાની અધ્યક્ષતામાં નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોરબી પાલિકાના પ્રમુખ કુસુમબેન કે. પરમાર, ઉપપમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, શહેર ભાજપના પ્રમુખ લાખાભાઇ જારીયા, મોરબી પાલિકાનાઇ કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઇ દેસાઇ, બાંધકામ સમિતિના ચેરમેન દેવાભાઇ અવાડિયા તેમજ અધિક કલેકટર એન.કે. મુછાર સહિતના અધિકારી હાજર રહ્યા હતા આ બેઠકમાં મોરબી પાલિકા વિસ્તારની અંદર સરકારની જુદી જુદી યોજનાઓ અંતર્ગત જે વિકાસ કામો કરવા આવી રહ્યા છે તેનું કામ કયા લેવલે છે અને કેટલાક સમયમાં પૂર્ણ થઇ શકે મામલે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે મંત્રી મેરજાએ ચર્ચા કરી હતી આ તકે ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયાએ રોડ રસ્તા, લાઇટ, પાણી, સાયકલ ટ્રેક, ફૂટપાથ, વરસાદી પાણીનો નિકલ સહિતના કામની માહિતી આપી હતી જે પ્રશ્નોની ચર્ચા કરીને મોરબી શહેર ભાજપના પ્રમુખ લખાભાઇ જારીયા દ્વારા રોડના કામની સાથે જ વરસાદી પાણીના નિકાલ માટેજરૂરી કામનું આયોજન કરવામાં આવે તેના માટે કહ્યું હતું તેવી જ રીતે વીજ કંપની સાથે સંકલન કરીને અંદર ગ્રાઉન્ડ વાયરિંગ માટે યોગ્ય કરવાની પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.