માળીયા (મિ.) ના નાના દહીંસરા ગામના યુવકની ભોપાલ પ્રીમિયર T-20 માટે પસંદગી
ભોપાલ પ્રીમીયર લીગ સીઝન 5 માટે ઑનલાઇન ક્રિકેટ ટ્રાયલ
માળીયા (મી.) : મોરબીના માળીયા તાલુકાના નાના દહિસરા ગામનું ગૌરવ એવા મકવાણા તુલસી હીરાભાઇ ભોપાલ પ્રીમિયર ટી 20 લીગ માટે સીલેક્ટ થયા છે.
આગામી તારીખ 22 ઓક્ટોબર દિવસે ભોપાલ સિટીમાં આયોજિત ભોપાલ પ્રીમીયર લીગ સીઝન 5 માટે ઑનલાઇન ક્રિકેટ ટ્રાયલ કરવામાં આવ્યું હતું. જેમાં ઑનલાઇન વિડીઓ દ્વારા સીલેક્શન કરવામાં આવેલ હતું. ભોપાલ પ્રીમીયર લીગના સેક્રેટરી કપિલ ખૂશવા અને તેની કમિટી દ્વારા ક્રિકેટ પ્લેયરોને પ્રોત્સાહન મળી રહે તેમજ તેની પ્રતિભા ખીલવવા માટે આ BPL T20 નું આયોજન કરવામાં આવેલ છે. દર વખતની જેમ બીજા સ્ટેટમાં જઈને સારું પરફોર્મન્સ કરનાર મકવાણા તુલસી હીરાભાઇએ તેમાં ભાગ લીધેલ હતો. અને તેઓ આ લીગમાં સીલેક્ટ થયા છે .
આથી, તેણે ગામ નાના દહીસરા તેમજ માળીયા, મોરબી તેમજ પોતાના સમાજનું ગૌરવ વધાર્યું છે. જે બદલ લોકોએ તેમને શુભેચ્છા પાઠવી છે.