મોરબી સબ જેલ સહિતના સ્થળોએ રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી
મોરબી : આજે ભાઈ-બહેનના અતુટ પ્રેમના બંધન એવા રક્ષાબંધન પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી જેમાં બહેનોએ પોતાના વીરાના કાંડે રક્ષા સૂત્ર બાંધી ભાઈની સલામતી માટે ઈશ્વરને પ્રાર્થના કરી હતી
આજે રક્ષાબંધન પર્વની મોરબીમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે જેલમાં બંધ કેદીઓના બહેનો પણ આજના દિવસે પોતાના ભાઈને રાખડી બાંધવા માંગતી હોય જેથી પર્વને ધ્યાને લઈને સબ જેલના અધિક્ષક કે એસ પટણી અને ઇન્ચાર્જ સલામતી જેલર એ આર હાલપરા તેમજ ઇન્ચાર્જ જેલર પી એમ ચાવડા સાથે જેલના તમામ કર્મચારીઓ દ્વારા જેલમાં રહેલ બંદીવાનોને તેની બહેનો રાખડી બાંધી સકે તે માટે કાર્યક્રમનું આયોજન કરાયું હતું
ત્યારે રક્ષાબંધન પર્વે રાખડી બાંધતી વેળાએ બહેનની આંખો ભીંજાઈ હતી જેમાં જેલમાં રહેલ બંદીવાનોની બહેનોએ પોતાના ભાઈને રાખડી બાંધી હતી તે ઉપરાંત ઠેર ઠેર રક્ષાબંધન પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.