સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th August 2021

ખંભાળીયામાં ૭૦ વર્ષથી પ્રચલિત શિવજીને ઘી ની મહાપૂજાનું મહત્વ

શિવમંદિરમાં ભાવિકો દ્વારા શ્રાવણ મહિનામાં દર વર્ષે કરાય છે વિશેષ પૂજા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧ર : દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વડુ મથક તેના દેશી ઘી માટે સમગ્ર દેશમાં જાણીતું છે તેમ ખંભાળીયા મહાદેવની ઘીની મહાપૂજાઓ માટે સમગ્ર વિશ્વમાં જાણીતું છે.

અહીના ખામનાથ મહાદેવ કે જયાંથી ઘીની પૂજાની શરૂઆત થયાનું કહેવાય છે. ત્યાંથી આ પૂજા સમગ્ર સૌરાષ્ટ્રમાં ફેલાઇ હતી જો કે અહી ખામનાથ ઉપરાંત રામનાથ, શરણેશ્વર તથા પાળેશ્વરમાં પણ ખુબજ સુંદર ઘીની મહાપૂજા થાય છે જે સોશ્યલ મીડીયામાં સમગ્ર વિશ્વમાં દિલ્હી, કલકતા કે લંડન, અમેરીામાં રહેતા નીવાસીઓ પણ ઘીની મહાપૂજાને ચોકકસ યાદ કરે છે તથા લંડન રહેતા ખંભાળિયાના વતની જગદીશભાઇ ગણાત્રા, કિરીટભાઇ ગોહેલ તો ખુબજ ચાહક છે.

ખામનાથ મહાદેવ મંદિરે આ શ્રાવણ માસમાં કુલ ૧ર ઘી ની મહાપૂજાઓનું આયોજન મંદિરના ટ્રસ્ટી મનુભાઇ સોમૈયા, ડો.મનુભાઇ જોાી તથા ધ્રુવભાઇ તથા પૂજારી દ્વારા કરાયું છે.

તા.૯/૮/ર૧ ના શ્રી ગણેશની પૂજા યોજાઇ ગઇ તે પછી તા.૧૬/૮/ર૧ના શ્રીકાશીવિશ્વનાથ પૂજા ર૧/૮ ના શિવ વિવાહ રર/૮ ના નોમ શૈયા દર્શન, ર૯/૮ ના પંચમુખી મહાદેવ, ૩૦/૮ ના શ્રી કૃષ્ણજન્મ, ૩૧/૮ શ્રી કૃષ્ણ જન્મ દર્શન ૧/૯ ના શંકટ ભીલડી તથા તા. પ/૯ ના રોજ રી માર્કન્ડેય પ્રગતિની ઘીની મહાપૂજા સાથે ઘી પૂજા દર્શન સમાપ્ત થશે.

ખંભાળીયા તા.૧ર : શ્રાવણ માસના પ્રત્યેક સોમવાર, અમાસ તથા સાતમ, આઠમ, નોમ તથા તહેવારોમાં અહીના ખામનાથ, રામનાથ, પાળેશ્વર, શખોશ્વર મહાદેવ મંદિરોમાં ઘી ની તથા મહાપૂજા જમાં વિશિષ્ટ દર્શન જેમ કે કૃષ્ણ જન્મ, કાશી વિશ્વનાથ, માર્કન્ડેય ઋષિ, ગંગા અવતરણ જેવા પ્રસંગોને તહિથ્ય કરતી ઘી પૂજા કઇ રીતે થાય તે જોવા જેવું છે

દેશી શુધ્ધ ઘીને એક પાત્રમાં રાખીને આ ઘી ને લાંબા સમય સુધી જાણકાર વ્યકિત તપેલામાં નાખીને હાથેની ઘુંટે છે. ધવલ દુધ જેવા સફેદ રંગનું આ ઘી જેનો ગુણ છે. પીગળી જવું તે ઘી ને પાણી ભરેલી ચોકીમાં ઢાળતા ચોકીના પાણી ઉપર ઘી નો થર થઇ જાય છે. આ ઘી ની પોપડીઓને જાણકાર વ્યકિત ભગવાન કે દેવ દેવીઓના લાકડાના ઓઠા પ્રતિમા પર ચોટાડીને અદ્દભૂત ઘી ની પૂજા તૈયાર થાય છે. જેમાં ઘણા કિલો ઘી ચાલી જાય છે. પણ દર્શન ભવ્ય રીતે બને છે.

(1:11 pm IST)