મોરબીના ભવાની ચોક નજીક જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા: એ ડિવિઝન પોલીસે રૂપિયા 25250 રોકડ કબજે કરી
મોરબીના ભવાની ચોક જુગાર રમતા છ શખ્સોને એ ડિવિઝન પોલીસ ઝડપી રૂપિયા 25250 રોકડ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની મળતી વિગત મુજબ જિલ્લા પોલીસ વડા સુબોધ ઑડેદરા અને dysp રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પી.એસ.આઈ એસ.એમ.રાણા તથા એ ડિવિઝન ડી સ્ટાફ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન આશીફભાઇ રાઉમા તથા ભાનુભાઇ બાલાસરાને સંયુકત ખાનગીરાહે બાતમી મળી હતી કે ભવાની ચોક ગાયત્રી ફરસાણ વાળી શેરીમાં જાહેરમાં કેટલાક શખસો જુગાર રમતા હોય જેથી ત્યાં દોરડો પાડતા જાહેરમાં જુગાર રમતા સીરાજભાઇ હુશેનશાહ શાહમદાર, અબ્દુલભાઇ ઓસમાણભાઇ દરઝાદા ,અહેમદભાઇ ઇબ્રાહમભાઇ બ્લોય, ગુલામહુશેન ફીરોજભાઇ બ્લોચ ,એજાજભાઇ મહેબુબભાઇ ચાનીયા અને શબીરશાહ હુશેનશાહ શાહમદાર સહિતના છ શખ્સોને જુગાર રમતા ઝડપી રૂપિયા ૨૫,૨૫૦ નો મુદામાલ કબ્જે કરી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.