News of Monday, 12th July 2021
કુતિયાણા પંથકમાં ભાદર નદીમાંથી રેતીની બેફામ ચોરી : સંડોવાયેલ તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવા ચીમકી
પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઈ ઓડેદરા દ્વારા ખનીજ ચોરોને ખુલ્લો પડકાર
પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકા વિસ્તારમાં આવેલી ભાદર નદીમાંથી રેતીની બેફામ , અને કરોડો રૂપિયાની ચોરી થઈ રહી છે , તેવું પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઈ ઓડેદરા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા
નાથાભાઈ ઓડેદરાના જણાવાયા મુજબ આ ગેરકાનૂની રીતે - સરકારી અધિકારીઓ અને રાજકારણીઓને જાણ હોવા છતાં આ રેતીની બેફામ કરોડો રૂપિયાની ચોરી થાય છે ..
આગામી સમયમાં વહેલી તકે જો આ ચોરી બંધ નહિ થાય તો આમ સંડોવાયેલ કોઈ પણ પક્ષના ભાજપ - કોંગ્રેસના નેતાઓ , અધિકારીઓ અને જે લોકો આ ચોરી કરે છે તેને મુકવામાં નહિ આવે કોઈ પણ જાત ની શરમ નહિ રાખવામાં આવે ,અને બધાની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી
(11:27 pm IST)