સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th January 2018

ફેસબુકને છોડો, માતા-પિતાને પૂજોઃ મુકેશ ખન્ના

પ્રાંસલામાં પૂ. ધર્મબંધુજીની અધ્યક્ષતામાં આયોજીત રાષ્ટ્રકથા શિબિરનું કાલે સમાપન

રાજકોટ, તા. ૧૨ :. 'ફેસબુકને છોડો અને માતા-પિતાને પૂજો' તેમ પ્રાંસલા ખાતે પૂ. ધર્મબંધુજી સ્વામીની અધ્યક્ષતામાં આયોજીત રાષ્ટ્રકથા શિબિરમાં ઉપસ્થિત ફિલ્મ અભિનેતા 'શકિતમાન' મુકેશ ખન્નાએ જણાવ્યુ હતું.

મહાભારત સિરીયલમાં ભિષ્મ પિતામહનો અભિનય કરનાર મુકેશ ખન્નાએ જણાવ્યુ કે, સોશ્યલ મિડીયાનો ઉપયોગ ટેકનોલોજી માટે સારો છે પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ આપણી માટે નુકશાનકારક સાબિત થઈ શકે તેમ છે.

મુકેશ ખન્નાએ વધુમાં કહ્યુ કે, ઈતિહાસમાં છેડછાડ ન કરવો જોઈએ કારણ કે ઈતિહાસ બદલનારા એટલે કે તેમા છેડછાડ કરનારા અંગ્રેજો જેવી માનસિકતા ધરાવતા હોય છે.

અંતમાં શિબિરાર્થીઓએ મુકેશ ખન્નાએ જણાવ્યુ કે, ટીવીના શકિતમાન નહીં, પરંતુ હકીકતમાં શકિતમાન બનીને તેની શકિતનો દરેક ક્ષેત્રમાં ઉપયોગ કરજો.

પ્રાંસલા ખાતે આયોજીત શિબિરમાં પૂ. ધર્મબંધુજીએ મુકેશ ખન્નાનું સ્વાગત કર્યુ હતું.

કાલે તા. ૧૩ ને શનિવારે રાષ્ટ્રકથા શિબિરનું સમાપન થશે.

(4:13 pm IST)