સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th January 2018

જસદણના ભડલીમાં કોળી યુવાનને કાઠી શખ્સે બંદુક દેખાડી મારમાર્યો

રાજકોટ તા.૧ર : જસદણના ભડલી ગામે જુની અદાવતમાં કાઠી શખ્સે કોળી યુવાનને બંદુક દેખાડી મારમાર્યાની પોલીસમાં ફરિયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ જસદણના ભડલી ગામે રહેતા હસમુખ બાવલભાઇ જાદવ કોળીને તે જ ગામના સિધ્ધરાજ રાજુભાઇ ખાચરએ બંદુક દેખાડી મારમારી પતાવી દેવાની ધમકી આપી હતી. ફરિયાદી અને આરોપી વચ્ચે અગાઉ માથાકુટ થતા ફરીયાદી બહાર તુ પાછો કેમ ગામમાં આવ્યો ? તેમ કહી મારમાર્યો હતો.

આ અંગે હસમુખ જાદવએ જસદણ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે કાઠી શખ્સ સામે આર્મ્સ એકટ તથા ૩ર૩ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ એએસઆઇ જેન્તીભાઇ ઝાપડીયા ચલાવી રહ્યા છે.

(12:00 pm IST)