ખંભાળીયામાં સટ્ટો રમતા ઝડપાયો
વધુ એક શખ્સના મોબાઇલ નંબર મળી આવતા શોધખોળ
ખંભાળીયા, તા., ૧૧: શરણેશ્વર મંદિર પાસે જાહેરમાં મોબાઇલ એપમાં ક્રિકેટનો સટ્ટો રમી પૈસાની હારજીત કરતા મહારાષ્ટ્રીયન સોની કારીગરને સાયબર સેલે ઝડપી લઇ તેની પાસેથી મોબાઇલ સહીત રૂ. ૧પ,૯૦૦૦ મુદામાલ કબ્જે કરી તપાસ કરતા એક મોબાઇલ નંબર મળી આવ્યા હતા. પોલીસે મોબાઇલ નંબરના આધારે અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી છે.
વૈદ્ય ફરીમાં રહેતો અને સોની બજારમાં કારીગર તરીકે કામ કરતો ગણેશ અન્નાભાઇ મેટકરી (ઉ.વ.૩પ) નામનો મહારાષ્ટ્રીય યુવાન ગત રોજ શરણેશ્વર મંદિર પાસે મોબાઇલ ફોનમાં મુંબઇ ઇન્ડીયન્સ અને દિલ્હી કેપીટલ વચ્ચે છ ફાઇનલ મેચ ઉપર ક્રિકેટનો સટ્ટો રમી પૈસાની હારજીત કરતો હોવાની બાતમી સાઇબર સેલને મળતા પોલીસે બાતમીના આધારે શખ્સને ઝડપી મોબાઇલ ચેક કરતાં એપ્લીકેશન મારફતે રન પૈસાનો જુગાર રમી મો.૯૯૦૯૦ ૪૬૪૬૭ વાળા સાથે સોદા કરતો હોવાનું જોવા મળતા પોલીસે શખ્સની અટકાયત કરી તેની પાસેથી મોબાઇલ તથા રોકડ મળી કુલ ૧પ,૯૦૦ની મતા કબ્જે કરી ગુનો નોંધ્યો હતો. તેમજ ઉપરોકત મોબાઇલ નંબર વાળા શખ્સની નંબરના આધારે શોધખોળ હાથ ધરી છે.