આટકોટ-ગોંડલ ચોકડી પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત : ૪ને ઇજા
(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા.૧૧: આટકોટ ગોંડલ ચોકડી પાસે ટ્રક અને મારૂતી ફ્રન્ટી વચ્ચે અકસ્માત થતાં ચાર લોકો ઘાયલ થયા હતા જેમના જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાસ્થળે ૧૦૮ પહોંચી ગઈ હતી
અને આ ત્રણેય લોકોને જસદણને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વિગત અનુસાર આટકોટ તરફથી શ્રી હરિ નમકીન નો ટ્રક (નં.જી.જે.૦૩ એઝેડ ૭૧૩૩) જેમના કારખાના તરફ વળતો હોય રાજકોટ તરફથી આવતી મારુતી ફન્ટી (નં.જી.જે.૦૧ એચસી૭૩૨૮)ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.
જેમાં ચાર લોકોને ઈજા થઈ હતી ઘટના સ્થળે સેવાભાવી લોકો દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવાની કામગીરી આદરી હતી આ મારુતિ જસદણની હોવાનું જાણવા મળે છે, ઘટનાસ્થળે આટકોટ પોલીસ પણ દોડી ગઇ હતી અને રોડ પર ટ્રાફિક કિલયર કરાવ્યો હતો.
આ અકસ્માતમાં ભીખાભાઇ રહેમાનભાઇ પઠાણ (રહે.જસદણ) ૨ મહિલા અને એક અન્ય પુરૂષને ઇજા થતા સારવાર માટે ખસેડેલ છે.