સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th August 2022

મોરબીઃ લંપી વાયરસ સામે ઉમા ગ્રુપ મેદાને: દેશી દવાના લાડુ બનાવીને ગૌવંશને ખવડાવતા યુવાનો

મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં લંપી વાયરસે હાહાકાર મચાવ્યો છે. દરરોજ મોટી સંખ્યામાં પશુધન લંપી વાયરસના કારણે જીવ ગુમાવી રહ્યા છે અને આ બીમારીમાં સપડાઈ રહ્યા છે. ત્યારે મોરબીના ઉમા ટાઉનશિપનું ઉમા ગ્રુપ ગૌવંશને લંપી વાયરસથી બચાવવા માટે સરાહનીય કાર્ય કરી રહ્યું છે અને દેશી દવાના લાડુ બનાવીને ગૌવંશને ખવડાવી રહ્યું છે.

ઉમા ગ્રુપ દ્વારા દેશી દવાના લાડુ બનાવીને ગૌવંશને ખવડાવવામાં આવી રહ્યા છે. રખડતાં ગૌવંશને આ લાડુ ખવડાવીને લંપી વાયરસથી બચાવવાનું સરાહનીય કાર્ય ઉમા ગ્રુપના યુવાનો દ્વારા થઈ રહ્યું છે. આ સેવાકીય કાર્યમાં સતિષભાઈ ભોરણીયા, અમૃતલાલ કુંડારીયા, મિલનભાઈ ફુલતરીયા, હિતેષભાઈ પંચોટીયા, પરેશભાઈ દેત્રોજા, જગદીશભાઈ કચરોલા, નિશાંતભાઈ, ગૌરવભાઈ, વેલજીભાઈ અઘારા, પ્રકાશભાઈ ફુલતરીયા, બાબુભાઈ, વિનુભાઈ, પ્રકાશભાઈ રાજપરા, જનકભાઈ, સંજયભાઈ કણસાગરા અને નરેશભાઈ રાજપરા સહિતના યુવાનો જોડાઈને ગૌવંશને બચાવવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે.

(1:02 am IST)