સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 11th June 2022

પોરબંદરમાં પિંક સેલીબ્રેશનનો પ્રારંભઃ દેશભરમાંથી પક્ષીપ્રેમીઓ આવ્‍યા

પોરબંદરમાં અનેક જળપ્‍લાવીત આવેલા છે તેમજ જીલ્લામાં જયા જળસંચય થયો છે. ત્‍યાં મોટી સંખ્‍યામાં ફલેમીંગો સહીતના પક્ષીઓનો કલબલાટ જોવા મળે છે. કોરોના કાળના બે વર્ષ પછી લીંક સેલીબ્રેશનનું આયોજન પોરબંદરમાં કરવામાં આવ્‍યું છે. તેમાં બે દિવસ દરમિયાન ભારતભરના પક્ષી પ્રેમીઓ જોડાઇને ફલેમીંગોની જીંદગીને નજીકથી જાણશે સને ૨૦૧૪ થી પોરબંદર સ્‍થિત સંસ્‍થા મોકસાગર વેટલેન્‍ડ કન્‍ઝર્વેશન કમીટી વેટલેન્‍ડ અને ફલેમીંગો પ્રત્‍યે જનજાગૃતી લાવવાના આશયથી પીંક સેલીબ્રેશનનું આયોજન કરે છે.

આ વર્ષે ઇન્‍ટેક પોરબંદર અને જીએમસી સ્‍કુલના સહકારથી મોકરસાગર કમીટી તા. ૧૧ અને તા.૧૨ ના રોજ પીંક સેલીબ્રેશનનું આયોજન કરેલ છે. ગુજરાતમાંથી મુખ્‍યત્‍વે જામનગર, રાજકોટ, વડોદરા અને અમદાવાદમાંથી પક્ષીપ્રેમીઓ આવવાના છે. આ બે દિવસના કાર્યક્રમમાં પક્ષીપ્રેમીઓ પોરબંદરના ફલેમીંગો અન્‍ય પાણીના પક્ષીઓ, વેટલેન્‍ડ તથા ફોટોગ્રાફી વિશે જાણકારી મેળવશે તથા  વેટલેન્‍ડની મુલાકાત લઇ ફલેમીંગોનો કોર્ટશીપ ડાન્‍સ (પ્રણયનૃત્‍ય) નિહાળશે. ફલેમીંગો સહીત પક્ષીઓની લોકોમાં જાગૃતિઆવે તેવા ઉદેશ સાથે પિંક સેલીબ્રેશનનું આયોજન કરેલ છે.

(1:24 pm IST)