સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 11th June 2022

૧૩ વર્ષની ભત્રીજી ઉપર મોટાબાપુએ દુષ્‍કર્મ ગુજાર્યુ

પિતાનું અવસાન થયા બાદ માતાએ બીજા લગ્ન કરી લેતા અનાથ સગીરા મોટાબાપુની હવસનો શિકાર બની

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧૧ :  મધ્‍યપ્રદેશના અલીરાજપુરના પંથકના આદીવાસી પરીવારની તેર વર્ષની માસુમ બાળા પર તેના મોટા બાપુએ દુષ્‍કર્મ આચરતા બાળકી ગર્ભવતી બનતા ગુજરાતમાᅠ ખેત મજુરી કરતા તેના કાકાને ત્‍યાં આવી હોય ગોંડલ સિવિલ હોસ્‍પીટલમા બાળકીને જન્‍મ આપ્‍યો હતો.

મળતી વિગતો મુજબ મધ્‍યપ્રદેશના અલીરાજપુરના કોહીવાવ સ્‍કુલ ફળીયામા દાદા દાદી સાથે રહેતી આદિવાસી પરીવારની તેર વર્ષની સગીરા પોતાના ઘર પાસે હાથમા માત્ર રોટલી લઈ ઉભી હતી. ગરીબ પરિવારની આ બાળાને રોટલી સિવાય નસીબમા અન્‍ય કોઈ અન્ન ન'હોતુ, આ વેળા બાજુમા જ રહેતા તેના મોટાબાપુ રમેશ નાનજી મેડાએ સગીરાને દાળ શાકની લાલચ આપી ઘરમા બોલાવતા દાળશાક લેવા ઘરમા ગયેલી માસુમ સગીરા પર હવસી બનેલા મોટાબાપુએ દુષ્‍કર્મ ગુજાર્યુ હતુ.

બાળાની કરુણ કથનીએ ગણાય કે તેના પિતાનુ સાત વર્ષ પહેલા મૃત્‍યુ થયા બાદ તેણીની માતાએ બીજા લગ્ન કર્યા હતા.

પિતાના અવસાન બાદ માતા પણ બીજુ ઘર કરી ચાલી ગઈ હોય અનાથ જેવી હાલત અનુભવતી સગીરા અને તેણીના ભાઈભાંડુ દાદા સાથે રહેતા હતા.

સમય પસાર થતા સગીરા ગર્ભવતી હોવાની પરીવારને જાણ થતા બનાવ અંગે અલીરાજપુરના આઝાદ નગર થાણામા પોલીસ ફરિયાદ થતા પોલીસે દુષ્‍કર્મ આચરનાર મોટાબાપુ રમેશને ઝડપી લઇ જેલ હવાલે કર્યો હતો.

હવસખોર મોટાબાપુ રમેશ જેલ હવાલે છે જયારે સગીરાએ ફુલ જેવી તંદુરસ્‍ત બાળકીને ગોંડલ સિવિલ હોસ્‍પિટલમા જન્‍મ આપ્‍યો છે. હાલમાં આ સગીરાનું ખેત મજુરી કરતા તેના કાકા કાકી રતનસીહ તથા બુદીબેન દેખભાળ કરી રહયા છેે.

(11:52 am IST)