સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th December 2022

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાના મૃતકોની આત્માની શાંતિ અર્થે ધારાસભ્ય દ્વારા મોક્ષ યજ્ઞ કરાયો.

નવનિયુક્ત ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી નરેન્દ્રભાઈ અને કાન્તીભાઈ ન્યાય અપાવશે તેવી ખાતરી પણ આપી.

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાને આજે ૪૦ દિવસ પૂર્ણ થયા છે છતાં હજુ મૃતકોના પરિવારજનો એ દુર્ઘટનાને ભૂલી શકાય નથી ત્યારે મૃતકોની આત્માની શાંતિ અર્થે મોરબીના નવનિયુક્ત ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા દ્વારા મચ્છુ માતાજી મંદિરે મોક્ષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું

ગઈકાલે વિધાનસભા ચુંટણીના પરિણામોમાં મોરબી બેઠક પરથી કાન્તીભાઈ અમૃતિયાનો જંગી લીડથી વિજય થયો છે ત્યારે કાન્તીભાઈ દ્વારા ઝુલતા પુલ દુર્ઘટનાના મૃતકોની આત્માની શાંતિ અર્થે મોક્ષ યજ્ઞનું આયોજન કર્યું હતું જે મોક્ષ યજ્ઞમાં મચ્છુ માતાજી મંદિરે યોજાયો હતો મોક્ષ યજ્ઞમાં ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા ઉપરાંત નગરપાલિકાના કાઉન્સીલર, મૃતકોના સ્વજનો અને નગરજનો જોડાયા હતા અને યજ્ઞમાં આહુતિ આપીને દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી
આ તકે કાંતિઅમૃતિયાએ જણાવ્યું હતું કે ધટના બની ત્યારે મારા કાર્યકર્તા સહિતનાઓ મચ્છુ માતાજીના મંદિરે જ નદીમાં ગયા હતા અને રાહત કામગીરી કરવામાં આવી હતી ચુંટણી દુખ સાથે લડવાની હતી દુખ સાથે જનતા એ અમારા પર વિશ્વાસ મુક્યો છે અને જે બન્યું તે બની ગયું છે પણ મૃતકોને નરેન્દ્રભાઈ મોદી અને કાંતિભાઈ અમૃતિયા ન્યાય અપાવશે તેવી ખાતરી આપી હતી.

(1:02 am IST)