સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th December 2022

મોરબીના જેતપર ગામે તળાવમાં બે દિવસ પૂર્વે ડૂબેલા યુવાનનો મૃતદેહ મળ્યો.

મોરબી તાલુકાના જેતપર ગામના તળાવમાં બે દિવસ પૂર્વે યુવાન ડૂબી ગયો હોય જેથી શોધખોળ હાથ ધરી હતી જે યુવાનનો મૃતદેહ બે દિવસે હાથ લાગ્યો હતો બનાવને પગલે પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે તપાસ ચલાવી છે

મોરબીના જેતપર ગામમાં આવેલ તળાવમાં સાંજના સુમારે ન્હાવા ગયેલ યુવાન ડૂબ્યો હતો જે મામલે જાણ કરતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને તરવૈયાઓની ટીમે શોધખોળ ચલાવી હતી જોકે સાંજે અંધકાર થઇ જતા રેસ્ક્યુ ઓપરેશન સ્થગિત કરવું પડ્યું હતું અને બાદમાં ફરીથી શોધખોળ ચલાવવામાં આવી હતી આમ છતાં દોઢ દિવસ સુધી ફાયર ટીમે સર્ચ કરતા આખરે યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે
ફાયર વિભાગ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક રવિન્દ્રસિગ ઉર્ફે સન્ની નામના ૩૫ વર્ષના યુવાન હોવાનું જાણવા મળ્યું છે ગત તા. ૦૭ ના રોજ સાંજના સુમારે યુવાન ડૂબ્યો હતો અને આજે તા. ૦૯ ના રોજ બપોરે ૧ કલાકની આસપાસ મૃતદેહ મળી આવ્યો હતો બનાવ મામલે મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ છે અને બનાવની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:56 am IST)