સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 10th October 2020

દુધઇ ગામે વાડીમાં બંધ બોરમાંથી ફીણ વાળુ પાણી નિકળતા કુતુહલ બોર વર્ષોથી પાણી ખુટી રહેતા બંધ છે

વઢવાણ,તા.૧૦: મૂળીના દુધઈ ગામની સીમમાં આવેલ વાડીમાં છેલ્લા સાત વર્ષથી બંધ પડેલ બોરમાં અચાનક ફીણ વાળું પાણી નીકળતાં ગ્રામજનો આ બોર ને જોવા માટે સીમમાં આવેલી વાડીમાં અચાનક દોડી ગયા હતા અને આ જોતા ગ્રામજનોમાં કુતૂહલ સર્જાઈ જવા પામ્યું હતું ત્યારે છેલ્લા સાત વર્ષથી બંધ પડેલ બોર માં અચાનક ફીણ વાળુપાણી નીકળતા આ દ્રશ્ય જોને ગ્રામજનો અચંબિત થઈ જવા પામ્યા હતા.

બંધ બોરમાથી ફીણ વાળુ પાણી નિકળતા ધરતીના પેટાણમાં ફેરફારને લીધે કે અન્ય કારણે પાણી નિકળે છે તે તપાસ માટે તંત્ર ધ્યાન આપે તેવી લોકોની માંગ દુધઇ ગામના રહેવાસીઓને ઊભી કરી હતી.હાલ અવરીત પાણીનો પ્રવાહ વગર મોટરે બોરમાંથી નિકળવાનું ચાલુ હોઇ લોકો પણ ડરી રહયા છે. અને છેલ્લા ૨૪ કલાકથી આ બોરમાંથી વગર ચાલુ કરીએ પાણી નીકળી રહ્યું છે.

મૂળી તાલુકાના મામલતદાર સહિત સરકારી કર્મચારીઓને આ બાબતની જાણ મૂળી તાલુકાના દુધઇ ગામના રહેવાસી ઓ દ્વારા કરવામાં આવી છે.તપાસ કરાવી અચાનક આ પાણી કેમ બહાર નીકળ્યું તેના વિશે પૂરતી માહિતી ગ્રામજનોને મળે તેવી ગ્રામજનો હાલમાં માંગ કરી રહ્યા છે.

દુધઈ ગામે વાડી વિસ્તાર ની સીમ માંથી અચાનક બંધ પડેલ બોરમાંથી પાણી નીકળતાં હાલમાં દુધઈ ગામના રહેવાસી માં અનેક તર્ક-વિતર્કો ઉભા થવા પામ્યા છે.

(11:37 am IST)