સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th September 2021

ચોટીલામાં જૈન સાધ્વીજી પૂ. શ્રેયાંસદ્રુમાશ્રીજી ના ૧૧ ઉપવાસની તપસ્યા પ્રસંગે જૈનોમાં અભુતપુર્વ હર્ષોલ્લાસ

ખુબ જ નાની ઉંમરે સંસાર ત્યાગ કરી સંયમના પંથે પ્રયાણ કરી ૨૦૨૦ માં દીક્ષા લઇ આત્માનો ઉદ્ઘાર કર્યો : એમ.કોમ.સુધી અભ્યાસ કર્યો છે અને સાયલાના જૈન શ્રાવકના સાંસારિક પુત્રી હતાં

(હેમલ શાહ દ્વારા)ચોટીલા,તા.૧૦: ચોટીલામાં અત્યારે પર્યુષણ પર્વનો ઉમંગ આભને આંબી રહ્યો છે ત્યારે ચોટીલામાં ચાતુર્માસ બીરાજમાન આગમોદ્વવારક અનંતસાગરસુરી સમુદાયના શતાધવાનિ શુભોદયા સાધ્વીજી મ.સા.ના આજ્ઞાનુવર્તી પૂ. ધર્મજ્ઞાશ્રીજી મ.સા. , પૂ. સંવેદગૃમાશ્રીજી મ.સા.તથા પૂ. શ્રેયાંસદ્રુમાશ્રીજી મ.સા. ચાતુર્માસ બીરાજમાન છે.

જયારે ખુબ જ નાની ઉંમરે જ સંસારની જુઠી મોહમાયા નો ત્યાગ કરી સંયમ પથનો આકરો માર્ગ ધારણ કરી દીક્ષા લેનાર પૂ. શ્રેયાંસદ્ગુમાશ્રીજી મહાસતીજી એ અગીયાર ઉપવાસની ઉગ્ર તપસ્યા શરૂ કરી છે અને રવીવારે પારણાં છે. ત્યારે આજે ઉપવાસના નવમા દિવસે તેમની સુખ શાતા શ્રાવકોએ પુછી ત્રણેય સાધ્વીજીઓના ઉપાશ્રયમાં દર્શન કર્યાં હતાં.

શ્રેયાંસદ્રુમાશ્રીજી એ દોઢ વર્ષ પહેલાં તા.૧૪-૦૨-૨૦૨૦માં ફકત ૨૪ વર્ષની ઉમરમાં જ સંસારનો ત્યાગ કરી દીક્ષા લીધી છે. સુરેન્દ્રનગર જીલ્લાના સાયલાના જૈન અગ્રણી શશીકાંતભાઇ રમણીકલાલ શેઠ અને કોકીલાબેન શેઠ તેમના સંસારી માતા પિતા છે.

જયારે શ્રેયાંસદ્રુમાશ્રીજી નું સાંસારિક નામ દિપ્તી બહેન હતું. તેઓ એ એમ.કોમ.સુધી અભ્યાસ કર્યો છે. પણ સંસાર અસાર છે અને સંયમ અને તપસ્યા નો માર્ગ આસાન છે તેવા આત્મા ના આદેશ ને અનુસરી ને દીક્ષા લઇ સમગ્ર જીવન ધર્મના હવાલે કરીને અત્યારે સંયમનો પંથ ઉજજવળ કરી રહ્યાં છે. (૨૨.૧૫)

જન્મ દિવસના આગલા દિવસે જ સંસારનો ત્યાગ કરી અનોખો રેકોર્ડ સ્થાપ્યો

પૂ.શ્રેયાંસદ્રુમાશ્રીજી નો જન્મ તા.૧૫ - ૦૨-૧૯૯૪ માં થયો છે. જયારે તેમણે તા. ૧૪-૦૨-૨૦૨૦ના દિવસે સંસારી વસ્ત્રો તથા સમગ્ર સંસાર નો ત્યાગ કરી ને ધર્મ ધ્યાન તપસ્યા અને ભકિતનો માર્ગ પસંદ કરી દીક્ષા લીધી.આમ જન્મ દિવસના આગલા દિવસે જ તેઓએ સંસાર ત્યાગ કરી અનાયાસે જ અનોખો રેકોર્ડ સ્થાપ્યો છે.

(11:14 am IST)