સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th September 2021

હળવદમાં તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ યોજાયો

 હળવદઃ તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ યોજાઈ ગયો. જેમાં સાહિત્ય, ચિત્રકલા અને સંગીત કલાની વિવિધ બેતાલીસ જેટલી સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમા 'અ' વિભાગની વિવિધ સ્પર્ધાઓ જેમ કે વકતૃત્વ સ્પર્ધામાં તક્ષશિલા સ્કુલની સોલંકી જિજ્ઞાસા, નિબંધ સ્પર્ધામાં પરાડિયા લિંબા, ચિત્રકલા સ્પર્ધામાં ધ્રુવરાજસિંહ ઝાલા અને લોકવાદ્ય સંગીતમાં રાઠોડ વિશાલે પ્રથમ નંબર મેળવ્યો હતો. જયારે ૧૯ થી ૩૦ વર્ષની કેટેગરીમાં 'બ' વિભાગની લગ્નગીત સ્પર્ધામાં તક્ષશિલા બી એડ કોલેજના તાલીમાર્થીઓ પારેજીયા માધવીબેન અને ગ્રુપ ,હળવુ કંઠ્ય સંગીત માં મોરી ગૌતમ ફર્સ્ટ રેન્ક પર રહ્યા હતા. જયારે સીધી રાજયકક્ષાએ ઓનલાઇન થનાર લોકનૃત્ય સ્પર્ધામાં કૈલા જૂલી એન્ડ ગ્રુપ, ભજન સ્પર્ધામાં વાનાણી શકિત , લોકવાર્તા સ્પર્ધામાં કલોલા યશ, સમૂહ ગીત સ્પર્ધા મા ટાપરિયા હિતેષા એન્ડ ગ્રુપે પ્રથમ નંબર મેળવી તક્ષશિલા સ્કુલ અને કોલેજનુ ગૌરવ વધાર્યું હતું, સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોરબી જિલ્લા પ્રાંત યુવા વિકાસ અધિકારી નિયતિબેન અંતાણી અને મારુનિયા જયંતિ સરે કર્યુ હતું. શાળાના ટ્રસ્ટી રમેશ કૈલા અને રોહિત સિણોજિયાએ વિજેતા સ્પર્ધકોને જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવી હતી. (તસ્વીર-અહેવાલ : દિપક જાની-હરીશ રબારી -હળવદ) 

(10:25 am IST)