હળવદની શાળા નંબર-૪માં શિક્ષક દિવસ ઉજવાયો
હળવદઃસર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મ જયંતિ પર દર વર્ષે દેશમાં શિક્ષક દિવસની ઉજવણી થાય છે ત્યારે તે પર્વ અંતર્ગત શાળામાં શિક્ષક દિવસની ઉજવણી થઈ હતી જેમાં શાળામાં ભણતા ધોરણ ૬ થી ૮ના બાળકોએ ભાગ લીધો હતો.જેમાં ૧ આચાર્ય ૧ પટાવાળા ૧ કલાર્ક અને ૩૯ શિક્ષિકાબહેનો મળીને કુલ ૪૨ બાળાઓએ શિક્ષક દિન અંતર્ગત શિક્ષક બનવાનો અવસર પ્રાપ્ત કર્યો હતો સમગ્ર દિવસનું દરમ્યાન શાળાનું શૈક્ષણિક સંચાલન ધોરણ ૮ ની બાળા ગાંભવા આર્યા રાજેશભાઈએ ખૂબ સુંદર રીતે કરીયું હતું શિક્ષક બનેલ તમામ બાળાઓ સુંદર શૈક્ષણિક કાર્ય કરીને વર્ગને સ્વર્ગ બનાવ્યો હતો ખરા અર્થમાં બાળકોએ પોતાના જીવનના અંત્યન્ત ઉમદા અને પ્રેરણાદાયક અનુભવો મેળવીને વાસ્તવમાં સુંદર શૈક્ષણિક કાર્ય કર્યું હતું અને જીવનમાં આગળ વધી કંઈક અરમાનો સિદ્ઘ કરવાની ઝંખના અને તાલાવેલી લાગી હતી.(તસ્વીર-અહેવાલ : દિપક જાની-હળવદ)