News of Friday, 10th September 2021
અમરેલીના ધારીનો ખોડિયાર ડેમ ઓવરફ્લો : અમરેલી-ભાવનગરના 43 ગામને કરાયા એલર્ટ
ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક: ડેમનો એક દરવાજો 2 ઇંચ ખોલાયો :133 ફ્યુસેક પાણીનો ઇનફલો અને આઉટફ્લો
અમરેલીના ધારીનો ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો છે ગઈકાલે ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક થઇ રહી છે,, ખોડિયાર ડેમનો એક દરવાજો 2 ઇંચ ખોલાયો છે હાલમાં 133 ફ્યુસેક પાણીનો ઇનફલો અને આઉટફ્લો થઇ રહયો છે, ખોડિયાર ડેમમાંથી પાણી છોડાતા અમરેલી-ભાવનગરના 43 ગામને એલર્ટ કરાયા છે
(10:27 pm IST)