સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th September 2021

મોરબી જીલ્લા પોલીસ માટે બે દિવસીય ડ્રોન પાયલોટ ટ્રેનીંગનું આયોજન કરાયું

જય સરદાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મોરબી જીલ્લા પોલીસના જવાનો માટે બે દિવસીય ડ્રોન પાયલોટ ટ્રેનીંગનું નિશુલ્ક આયોજન

મોરબીના જય સરદાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મોરબી જીલ્લા પોલીસના જવાનો માટે બે દિવસીય ડ્રોન પાયલોટ ટ્રેનીંગનું નિશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું

જય સરદાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઓમશાંતિ રિસર્ચ સેન્ટર મોરબી દ્વારા તા.૮ અને ૯  એમ બે દિવસ મોરબી જિલ્લાની પોલિસ ફોર્સને ડ્રોન પાઈલોટની નિ:શુલ્ક ટ્રેનીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટેક્નોસ્ટાર દ્વારા DGCA ભારત સરકારના ગાઈડલાઇન મુજબ અત્યારના બદલાયેલા ડ્રોનના નીતિ-નિયમો, ડ્રોનની વિવિધ એપ્લિકેશન ખાસ કરીને મિલીટરીમાં ડ્રોનની ઉપયોગિતા, ડ્રોન બાબતે બેઝિક નોલેજ અ વગેરે જેવી બાબતોને વાકેફ કરી પોલીસ જવાનોને ઓન ગ્રાઉન્ડ ડ્રોન પાઈલોટની સફળતાપૂર્વક ટ્રેનીંગ આપવામાં આવી હતી.

(9:51 pm IST)