સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th August 2022

સાસણગીરમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીઃ વનરાજાનું જતન કરવા શપથ

નાયબ વન સંરક્ષક ડો. મોહન રામની આગેવાનીમાં સાસણમાં વિવિધ કાર્યક્રમો યોજાયા

રાજકોટ તા. ૧૦ :.. આજે સર્વત્ર વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્‍યારે આજે સાસણ ગીરમાં નાયબ વન સંરક્ષક ડો. મોહન રામની આગેવાનીમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે જુનાગઢનાં સીસીએફ આરાધના શાહુ તથા વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. અને સિંહના જતન માટે શપથ લીધા હતાં.

(3:47 pm IST)