સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th August 2022

રાજકોટ-જેતપુર માટે મહત્‍વના ભાદર ડેમની સપાટીમાં સતત વધારોઃ વધુ ૧ાા ફુટ પાણી આવ્‍યું

મચ્‍છુ-૧ માં ૦.૩૯ ફુટનો વધારોઃ ફુલઝર-ર માં પોણા ફુટની આવક : ભાદરની સપાટી ર૬ ફુટે પહોંચીઃ સૂરવોમાં સવા ત્રણ ફુટનો વધારો

રાજકોટ તા. ૧૦ :.. રાજકોટ - જેતપુર માટે અત્‍યંત મહત્‍વના એવા ભાદર ડેમની સપાટીમાં સતત ચોથા દિવસે વધારો નોંધાયો છે, જેતપુર પંથકમાં પડેલા ભારે વરસાદને કારણે ર૪ કલાકમાં ૧.૬૧ ફુટનો વધારો થતા કુલ સપાટી ર૬ ફૂટે પહોંચી છે. આ ડેમ ૩૪ ફુટે છલકાય છે.

આવી જ રીતે રાજકોટ જીલ્લાના સૂરવો ડેમમાં સવા ત્રણ ફુટ નવુ પાણી મેઘરાજાએ ઠાલવતા કુલ સપાટી ૧૭ાા ફુટ થઇ છે. આ ઉપરાંત કર્ણુકીમાં નવુ સવા બે ફુટ પાણી આવ્‍યું હતું.

મોરબી જીલ્લાના મચ્‍છુ-૧ ૦.૩૯ ફુટનો વધારો થતા સપાટી ર૮ ફુટ થઇ છે. ફુલઝર-ર માં પોણો ફુટ પાણી આવતા ૧ ફુટ ઓવર ફલો થઇ રહ્યો છે, દ્વારકાના વેરાડી-૧ માં પોણો ફુટ, કાબરકામાં ૦ાા ફુટ તો મીણસારમાં ૧.૧પ ફુટ નવુ પાણી આવ્‍યું છે.

(11:59 am IST)