સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th August 2021

મોરબીવાસીઓ માટે આનંદના સમાચાર :અંતે રાજપર ગામે એરોડ્રામ નિર્માણ કાર્યનો શુભારંભ

બાવળ સહિત ઘાસ કટીંગ કાર્યવાહીનો આરંભ કરાયો : કમ્પાઉન્ડ વોલનું કામ સરું કરાશે

મોરબીવાસીઓ માટે ખુશખબર સામે આવી છે. વર્ષોથી જેની આતુરતાથી રાહ જોવાય રહી હતી અંતે તે એરોડ્રામનું કામ શરૂ થઈ ગયું છે. જેમાં હાલ જંગલ કટીંગ શરૂ કરી દેવાયુ છે. જ્યારે બાદમાં  કમ્પાઉન્ડ વોલનું કામ હાથ ધરાશે તેવું જાણવા મળ્યું છે.

મોરબી રાજાશાહીના સમયમાં કાર્યરત હતું તે રાજપર રોડ પર આવેલ જુનું એરપોર્ટ ફરી નવા રંગરૂપ અનેસગવડતા સાથે ફરી સરું કરવામાં આવે તેવી મોરબીવસીઓની વરસો જુની માંગ પુરી કરવાની દિશામાં સરકારે કાર્યવાહી આરંભી દીધી છે. આ એરોડ્રામ માટે જમીન સંપાદન સહિતની કાગળ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ હવે જંગલ કટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ બાબતે મોરબી જિલ્લા માર્ગ અને મકાન વિભાગના હિતેશભાઈ આદ્રોજાના જણાવ્યા અનુસાર ૬ કરોડના ખર્ચે એરોડ્રામની ૫.૫ કિમીની કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવશે. જેની અંદર ૬૮૫ વિઘા જમીનમાં એરોડ્રામ બનાવવામાં આવનાર છે. આ કમ્પાઉન્ડ વોલનું કામ સાતમ આઠમ પછી શરૂ કરી દેવામાં આવશે.

 

(10:22 pm IST)