સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th June 2022

ભાવનગરના તળાજા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરની કચેરીમાં લાંચ લેતા વચેટિયાને લાંચ રુશવત વિરોધી ખાતાના સ્ટાફે રંગેહાથ ઝડપી લીધો

( વિપુલ હિરાણી દ્વારા )ભાવનગર : ભાવનગરની તળાજા મામલતદાર કચેરી માં સર્કલ ઓફિસરની કચેરીમાં રૂપિયા 11 હજારની લાંચ લેતા વચેટિયા  ને લાંચરુશવત ખાતાના  સ્ટાફે રંગેહાથ ઝડપી લેતા ચકચાર મચી જવા પામી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજામાં મામલતદાર કચેરી ખાતે સર્કલ ઓફિસરની કચેરીમાં ભાવનગર ના લાંચરુશવત વિરોધી ખાતાના સ્ટાફે મળેલ ફરિયાદને આધારે છટકું ગોઠવી યશપાલસિંહ રાજેન્દ્રસિંહવસરવૈયા નામના વચેટિયા ને રૂપિયા 11 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ અંગે વધુમાં જાણવા મળ્યા મુજબ આ કામના ફરિયાદીએ વેચાણ દસ્તાવેજથી જમીન ખરીદેલ. તેનો જમીનનો ગામ નમૂના ૭,૧૨, ૮(અ) આરોપી પાસે માંગતા આરોપીએ લાંચના અગાઉ ફરિયાદી પાસેથી રૂ.૪૦૦૦  લીધેલ અને બીજા લાંચના રૂ.૧૧,૦૦૦ માંગતા ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન  હોય જેથી, ફરીયાદી એ.સી.બી. ના ટોલ ફ્રી નંબર - ૧૦૬૪ ઉપર સંપર્ક કરી ફરિયાદશ્રીએ  ફરિયાદ આપતા આજ રોજ ફરિયાદીની ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતાં આ કામના આરોપીએ મામલતદાર કચેરી, તળાજા, પહેલા માળે,સર્કલ ઓફીસરની ઓફીસ રૂમ નં.૨૦ માં ફરિયાદીશ્રી સાથે હેતુલક્ષી વાતચીત કરી ફરિયાદી પાસેથી રૂ.૧૧,૦૦૦ ની લાંચની માંગ.ણી કરી, સ્વીકારી સ્થળ પર રંગે હાથ પકડાય ગયો હતો.
આ દરોડાની કામગીરીમાં ભાવનગર લાંચરુશવત વિરોધી ખાતાના પી.આઈ. સી.જી.રાઠોડ,  પી.આર.રાઠોડ, તથા સ્ટાફના માલાભાઈ ભરવાડ ,કમલેશભાઈ વાઘેલા તેમજ બોટાદ એ.સી.બી. નો સ્ટાફ પણ જોડાયો હતો.

(8:53 pm IST)