બાબરા તાલુકાના લાલકા ગામે આવેલા તળાવમાં આધેડ ડુબ્યા હોવાની આશંકાથી શોધખોળ
ગઇકાલનો બનાવ હજુ સુધી લાશ મળી આવી નથી : તળાવ નજીક થી કપડાં મળી આવ્યા
(દિપક કનૈયા દ્વારા) બાબરા,તા.૧૦ : બાબરા તાલુકાના લાલકા ગામે આવેલ ભંગ નામક તળાવમાં ગ્રામ્ય આધેડ પડતું મુક્યા હોવાના અને માછીમારી કરતા લોકો દ્વારા તેમને ડુબતા જોયા ની ચર્ચા સાથે પરિવારે સ્થાનિક મામલતદાર અને પોલીસ તંત્ર માં જાણ કરતા શોધખોળ હાથધરવા માં આવી છે
મળતી વિગત મુજબ પ્રેમજીભાઈ પાચાભાઈ ઓતરાદી રે.લાલકા ઉવ.૪૫ ના દ્વારા કોઈ અગમ્ય કારણોસર લાલકા ગામ નજીક આવેલ ભંગ નામક તળાવ માં ડુબવા માટે છલાંગ લગાવ્યાનું માછીમારો દ્વારા કહેવામાં માં આવતા પરિવારે સ્થાનીક તંત્રમાં જાણ કરી હતી
પોલીસ ટિમ ના જણાવ્યા મુજબ તળાવ નજીક થી ડુબવા ની આશંકા રૂપે કપડા મળી આવ્યા છે જ્યારે મોડી સાંજ સુધી ડિઝાસ્ટર ટિમ સહિત સ્થાકનીક તરવૈયા મારફત તપાસ કરતા ડુબનાર વ્યકિત મળી આવેલ નથી અને આજેવધુ ટિમ કાર્યરત કરી શોધખોળ હાથધરવા માં આવનાર છે.