સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th June 2022

વેરાવળ તાત્કાલીક પરીક્ષા કેન્દ્ર બદલાવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષઃ ત્રણ કોપી કેસ કરાયા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૦: શહેર ના મુખ્ય વિસ્તારમાં એલ.એલ.બીની પરીક્ષા લેવાની હોય તે કેન્દ્ર છેલ્લા ઘડીએ બદલાવી નાખતા ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાય ગયેલ હતા તેમજ ત્રણ કોપી કેસ થતા ભારે હોબાળો મચેલ હતો.

જુનાગઢ ભકત કવિ નરસિંહ મહેતા યુનિ. દ્રારા એલ.એલ.બી ની પરીક્ષા માટે રાજેન્દ્ર ભુવન રોડ ઉપર બોઈઝ સ્કુલમાં કેન્દ્ર ફાળવેલ હતું અચાનક આ કેન્દ્ર સાવ વિરાન જગ્યા શહેરથી પાંચ કીલો મીટર દુર નવી આઈ.ટી.આઈ તાત્કાલીક ફેરવી નખાતા ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાયેલ હતા જયાં કેન્દ્ર રખાયેલ હતું ત્યારે પીવાના પાણી પણ વ્યવસ્થા ન હતી જવા આવવા માટે કોઈ વાહન મળતા ન હતા પરીક્ષા દરમ્યાન ત્રણ કોપી કેસ થયેલ હતા જેથી એક વિદ્યાર્થીની હાલત બગડી ગયેલ હતી અને પરીક્ષા કેન્દ્ર ઢળી પડેલહતી કોઈપણ વ્યવસ્થા વગર અચાનક પરીક્ષા કેન્દ્ર બદલાવવું અને તે પણ શહેરથી દુર તેથી વિદ્યાર્થીઓ માનસીક રીતે મોટી મુશ્કેલીમાં મુકાય ગયેલ હતા જેની ઉચ્ચકક્ષાએ રજુઆતો પણ કરાયેલ છે.

(2:28 pm IST)