સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th June 2022

ડુંગરના રામપર-૧માં જુગાર દરોડો

અમરેલી : રાત્રીના સમયે ડુંગર પો.સ્ટે.નાં રામપરા-૧ ગામે  બાપા સીતારામના ઓટા પાસે લેમ્પનાં અજવાળે કેટલાક ઇસમો ગંજીપતાના પાના પૈસા વડે હારજીતનો જુગાર રમે છે તેવી બાતમી આધારે ડુંગર પો. સ્ટે.ની ટીમ દ્વારા રેઇડ કરતા (૧) બીજલભાઇ નાનજીભાઇ ભાલીયા ઉ.વ.૬પ ધંધો ખેતી રે.રોણીયા (ર) દેવકુભાઇ રામભાઇ ભુકણ  ઉ.વ.૩પ ધંધો ખેતી રે. લસડી તા. મહુવા (૩) શેલારભાઇ દેહાભાઇ જાજડા ઉ.વ.પપ ધંધો ખેતી રે.રામપરા -૧, તા.રાજુલા (૪) કથુભાઇ  ઉનડભાઇ મોભ ઉ.વ.પ૦ ધંધો ખેતી રે.રામપરા-૧, તા. રાજુલા, (પ) વનરાજભાઇ બાબાભાઇ મોભ ઉ.વ.૩૮ ધંધો ખેતી રે.રામપરા-૧ તા.રાજુલા (૬) ભોળાભાઇ ભાભલુભાઇ ભુકણ ઉ.વ.૩૧ ધંધો ખેતી રે.લુસડી ઇસમો રોકડ રૂા.૧૪૦ર૦ મળી કુલ કિ. રૂા.૧૪૦ર૦નો મુદામાલ સાથે ઝડપી લેવાયા હતા. આ કામગીરીમાં શ્રી એચ.જી.ગોહીલ પો.સ.ઇ. ડુંગરનાઓ તથા ડુંગર પો.સ્ટે.ના પો. સ્ટાફના માણસો જોડાયેલ હતા.

(1:27 pm IST)