સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th June 2022

દ્વારકા જિલ્લામાં ભાજપ દ્વારા ચુંટણી પ્રચાર

રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય દ્વારા

ખંભાળિયા તા.૧૦ : દ્વારકા જિલ્લામાં ભાજપ  દ્વારા ચુંટણી પ્રચારની શરૂઆત કરવામાં આવી છે. તાજેતરમાં દ્વારકાની મુલાકાતે ધારાસભ્ય રાજકોટના લાખાભાઇ સાગઠીયા દ્વારા શરૂઆત કરાઇ હતી. જેને ભાજપના જિલ્લા મહામંત્રી યુવરાજસિંહ વાઢેર શહેર પાલિકા દ્વારા પ્રમુખ જયોતિબેન સામાણી રમેશભાઇ હેરમા વિ.એ આવકાર્યા હતા.

અલ્પકાલીન વિસ્તારક યોજનાની કાર્ય શાખાઓ યોજાઇ

ખંભાળિયા ભાણવડની અલ્પકાલીન વિસ્તારક યોજનાની કાર્યશાખા ખંભાળિયામાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તથા દ્વારકા કલ્યાણપુર અલ્પકાલીન વિસ્તારકની યોજનાની કાર્યશાખા હીરબાઇ હોલ દ્વારકા ખાતે ભાજપના આગેવાનોની ઉપસ્થિતીમાં યોજાઇ હતી.

(1:10 pm IST)