સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th June 2022

ધોરાજીમાં ચોમાસાના સારા વરતારાઃ ધરતી પુત્રોમાં ખુશાલી

(ધમેન્‍દ્ર બાબરીયા દ્વારા) ધોરાજીઃ તા.૧૦: આ વર્ષે ચોમાસું સારુ રહેશે તેવુ વેધર એનાલીસ્‍ટ અને હોળીની જાળ પરથી જણાયું હતું.

તેથી ખેડૂતોએ ચોમાસુ સારુ  રહેવાનો અંદાજ લગાડયો છે. ઉપરાંત ચાલુ વર્ષે કપાસ,મગફળી અને સોયાબીનના સારા ભાવ ખેડૂતોને મળ્‍યા છે.

ઉપરાંત ભાદર-૧, ભાદર-૨ અને ફોફળ ડેમોમાંથી પાણી છોડાતા ખેડૂતોએ કપાસ, મગફળી અને સોયાબીનનું પુષ્‍કળ વાવેતર કર્યુ છે. જેથી ધરતી પુત્રોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.

(1:07 pm IST)