સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th June 2022

અમરેલીમાં ત્રણ જુગારી ઝડપાયા

અમરેલી સીટી વિસ્‍તારમાં ચોરાપા વિસ્‍તાર અધ્‍યારૂ શેરીમાં રેઇડ કરી તિનપત્તીનો પૈસાની હાર-જીતનો જુગાર કરતા રૂા.૧૦.ર૭૦ના મુદામાલ સાથે (૧) સલીકભાઇ અલારખાભાઇ સોલંકી (ર) રમેશભાઇ નારણભાઇ ચોટલીયા રહે. બંને અમરેલી. (૩) ગીરધરભાઇ ભીમજીભાઇ સતાણી, રહે. બાબરાને ઝડપી લેવાયા હતા. આમ પોલીસ અધિક્ષક હિમકરસિંહની સચુના મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારી માર્ગદર્શન મુજબ અમરેલી સીટી પો.સ્‍ટે.ના ઇ.ચા.પો.ઇન્‍સ. એમ.એ.મોરી તથા અમરેલી સીટી પો.સ્‍ટેના સર્વેલન્‍સ સ્‍ટાફ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે.

(11:58 am IST)