સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th June 2022

અમરેલીમાં કોમ્‍પલેક્ષમાં દારૂનું વેચાણ

અમરેલી : શહેરમાં ભીડભંજન મહાદેવના મંદિર સામે આવેલ નારાયણ કોમ્‍પ્‍લેક્‍સમાં બીજા માળે જાહેર શૌચાલય પાસે ઉભા રહી દારૂનું વેચાણ કરતા ધવલ ક્રાંતિલાલ ચૌહાણ (ઉવ.૨૭) રહે. અમરેલી, બટારવાડી, લક્ષ્મી ડાયમંડ સામે મંગલ સોસાયટી વિદેશી દારૂ (આઇએમએફએલ) રોયલ ચેલેન્‍જ પ્રિમીયમ વ્‍હિસ્‍કીના બે-બે લીટર ભરેલ પ્‍લાસ્‍ટિકના જગ (આખા) નંગ-૬ તથા એક અડધો ભરેલો જગ મળી કુલ જગ નંગ -૭ મળી કુલ કિં. રૂા. ૭૯૪૦નો મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે.

(2:22 pm IST)