સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th February 2018

હવે કંડલા બંદરે દાણચોરોનો ડોળોઃ ૪ કરોડની ચાઇનીઝ સાયકલ જપ્ત

ર૦ હજારની સાયકલની કિંમત ૩૮૦ બતાવીને કસ્ટમ ડયુટી ચોરી કરવાનું મોટુ કૌભાંડ સાથે ટીવી પાર્ટસ મોટર સાયકલ એસેસરીઝ, ઝડપાઇ

ભુજ તા. ૯ :.. ડીઆરઆઇનાં ઇનપુટના આધારે કસ્ટમથી એસઆઇઆઇબી વીંગ દ્વારા દિલ્હીની કંપનીએ ચાઇનાથી આયાત કરેલ વિદેશી સાયકલનો મોટો જથ્થો ઝડપીને દાણચોરીનો પ્લાન ના કામ બનાવ્યો છે.

હવે દાણચોરો વ્હાઇટ કોલર બની ને મીસ ડેકલેરેશન એટલે કે એકની બદલે બીજી આઇટમ અથવા તો વાસ્તવિક કરતા ઓછી કિંમત ચોપડે દર્શાવી ને કરોડો રૂપિયાની ટેકસ ચોરી કરી લે છે.

આ કિસ્સામાં દિલ્હીની કંપનીએ આયાત કરેલી ચાઇનીઝ સાયકલની કિંમત માત્ર રૂ. ૩૮૦ દર્શાવી હતી. પરંતુ કસ્ટમની તપાસમાં આ સાયકલો બ્રાન્ડેડ હોવાનું અને તેની કિંમત ર૦ હજાર જેટલી હોવાનું ખુલ્યું હતું.

આમ ૪ કરોડની કિંમતનો માલ માત્ર ૭.પ લાખ (સાડા સાત લાખ રૂ.)નો બતાવીને મોટી રકમની ટેકસ ચોરી કરવાનું દાણચોરોનું આયોજન કસ્ટમે નિષ્ફળ બનાવ્યું છે.

આ કન્ટેનરમાંથી સાયકલ ઉપરાંત ટીવી એસેસરીઝ, મોટર સાયકલની એસેસરીઝ, રામોટ કંટ્રોલ, ઇન્ટરનલ સર્કીટ, એવી ટયુનર જેવી વસ્તુઓ પણ  નીકળી છે. કસ્ટમ ડીઆરઆઇના સુત્રોના જણાવ્યા પ્રમાણે મુંદરા અદાણી બંદરે ચેકીંગ વધતા દાણચોરી નાં કિસ્સાઓ વધુ ઝડપાતા હવે દાણચોરોએ કંડલા બંદર ઉપર નજર ઠેરવી છે.

(11:50 am IST)