સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 9th August 2022

મોરબી દારૂના ગુન્‍હામાં ૩ માસથી વોન્‍ટેડ આરોપી પકડાયો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા ૯: મોરબી પેરોલ ફર્લો સ્‍કવોડ/એલ.સી.બી.પોલીસે મોરબીમાં ઇંગ્‍લીશ દારૂના ગુન્‍હામાં છેલ્લા ત્રણેક માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર પેરોલ ફર્લો સ્‍કવોડના પો.હેડ કોન્‍સ. પળથ્‍વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, તથા પો.કોન્‍સ. રવિરાજસિંહ ઝાલાને ચોક્કસ બાતમી મળી હતી કે, ઇંગ્‍લીશ દારૂના ગુન્‍હામાં છેલ્લા ત્રણેક માસથી નાસતો ફરતો આરોપી મેરા ઉર્ફે મેરૂ વાલાભાઇ ભરવાડ  માસુમ હોસ્‍પીટલ વાળી શેરીમાં છે. જેથી પોલીસ કર્મીઓએ ઘટના સ્‍થળે દરોડા પાડયા હતા. મોરબી સીટી એ ડીવીઝન પોલીસને  હસ્‍તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કામગીરીમાં એમ.આર.ગોઢાણીયા પોલીસ ઇન્‍સ્‍પેકટર એલ.સી.બી. મોરબી તથા PI એન.બી.ડાભી તથા PSI એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્‍કોડ,/ટેકનીકલ સેલ/AHTU મોરબીના સ્‍ટાફના પોલીસકર્મીઓ જોડાયા હતા.

(2:09 pm IST)