સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 9th August 2022

ભાવનગરમાં વિભાવરીબેન દ્વારા અનોખો ઉત્‍સવઃ વડીલો માટે સામુહિક બોળચોથ

ભાવનગર,તા.૯ : ધારાસભ્‍ય વિભાવરીબેન દવે સંચાલિત માવતર સંસ્‍થા દ્વારા કંઈક નવું જ આયોજન થતું હિય છે જેમાં સિનિયર સીટીઝન વડીલ માવતર ને અનેક રીતે આનંદમાં રાખવા સાચવવા અને તેમને યુવાનો જે ઉત્‍સવ ઉજવે એવા ઉત્‍સવો પોતાની ઉંમર ના લોકો સાથે ઉજવવા મોકો આપતો હોય છે

હવે વિભાવરીબેન નવું જ લઈ આવ્‍યા છે ‘માવતરની સામુહિક બોળચોથ'  બોળચોથ એટલે આપણી ધાર્મિક પરંપરા મુજબ શ્રાવણ માસના વદ ચોથના દિવસે ઘર માં મહિલાઓ વિશિષ્ટ રીતે કરી ઉજવે જેમાં દરેક ઘરે બહેનો બાજરા ના રોટલા અને મગજ ખાવાના પણ એમાં કશું ખાંડવાનું કે છરી થી કાપવાનું નહિ એવું જ ખાવાનું હોય માવતર સંસ્‍થા દ્વારા ગયા વર્ષે કોવિડ ના કારણે અલગ અલગ પાંચ થી સાત જગ્‍યા એ આવી સામુહિક બોળચોથ કરેલ જયાં દરેક સ્‍થળે ૨૦૦ થી ૨૫૦ બહેનો એ સામુહિક બોળચોથનો લાભ લીધેલ

પણ આ વર્ષે બધાને એક જ સ્‍થળે આ સામુહિક બોળચોથ નું આયોજન કરેલ છે અહીં નિઃશુલ્‍ક રીતે બોળચોથ ઉજવવાની છે ગાય વાછરડાની પૂજા વાર્તા સાથે સત્‍સંગ અને મોટા સ્‍ક્રીન પર પિક્‍ચર માં યાત્રા કરાવાશે. સવારે ૯.૩૦ થી સાંજના ૪ વાગ્‍યા સુધી વડીલો આનંદ માણશે. આ વર્ષે ૧૫ ઓગસ્‍ટ સોમવારના રોજ બોળચોથ છે આથી આમાં ભાગ લેવા માંગતા વડીલો એ પોતાના નામ મોબાઈલ નં. સાથે માવતર કાર્યાલય અસ્‍તવિનાયક કોમપલેક્‍સ મધવદર્શન સામે નામ નોંધાવી જવા જેમની પાસે માવતરનું કાર્ડ હોય એ કાર્ડ સાથે લાવે કાર્ડ ના હોય એ ઉંમરના આધાર સાથે તારીખ ૧૨મી કે ૧૩ મી પહેલા શનિવાર સુધીમાં નામ નોંધાવી જાય વહેલા તે પહેલાંના ધોરણે નામ લખાશે હોલ કે વ્‍યવસ્‍થાની કેપેસિટી પુરી થયા બાદ નામ નોંધાવી શકાશે નહીં. સામુહિક લગ્ન, જનોઈ, જેવા પ્રસંગ થતા હોય પણ વડીલો માટે સામુહિક બોળચોથનું આયોજન આખાએ ગુજરાતમાં કદાચ પ્રથમ વખત થઇ રહ્યુ છે.

(11:07 am IST)