સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 9th August 2021

મોરબી તાલુકાના છેલ્લા એક દર્દી સ્વસ્થ, જીલ્લામાં કોરોના એક્ટીવ કેસ શૂન્ય

મોરબી જીલ્લામાં કોરોનાના વળતા પાણી જોવા મળે છે અને કોરોનાના નવા કેસોમાં રાહત જોવા મળી રહી છે તો એક દર્દી સારવાર હેઠળ હોય જે આજે સ્વસ્થ થતા મોરબી જીલ્લામાં હાલ એક્ટીવ કેસનો આંક શૂન્ય જોવા મળે છે

મોરબી જીલ્લાના પાંચ તાલુકામાં આજે કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નથી જયારે મોરબી તાલુકામાં ૦૧ દર્દી સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને હાલ મોરબી જીલ્લામાં એકપણ એક્ટીવ કેસ જોવા મળતો નથી મોરબી જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૬૧૬૧ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ચુક્યા છે

(10:07 pm IST)