સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 9th August 2021

માળીયા (મી) માં મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંવેદનહીન સરકાર સામે " સામાજિક ક્રાંતિ" વિરોધ પ્રદર્શન

સામાજિક ક્રાંતિ અભિયાન હેઠળ વિરોધ પ્રદર્શન કરતા કોંગી નેતા અને કાર્યકરોની અટકાયત

મોરબી :  સરકાર દ્વારા પાંચ વર્ષના સુશાસનની ઉજવણીના ભાગરૂપે વિવિધ જનલક્ષી કાર્યક્રમોનો આયોજનો થઈ રહ્યા છે. તેની સામે કોંગ્રેસ ભાજપ સરકાર પર અણઆવડત અને નિષફળતાના આરોપ મૂકીને સરકારની ઉજવણીનો વિરોધ કરવા મેદાને પડી છે. દરમિયાન આજે માળીયા ખાતે કોંગ્રેસ દ્વારા સરકારની સામાજિક દિવસની ઉજવણી સામે હલ્લાબોલ વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસે કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી.

  માળીયા મીયાણા શહેરના વાગડિયા દરવાજા પાસે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારની ઉજવણી સામે સામાજિક ક્રાંતિ અભિયાન હેઠળ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના નેતા અને કાર્યકરોએ આજે સરકારની સામાજિક દિવસની ઉજવણી સામે સામાજિક ક્રાંતિ અભિયાન હેઠળ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરીને સરકાર સામે ઉગ્ર દેખાવો કર્યા હતા. આ તકે કોંગ્રેસ આગેવાન જંયતીભાઇ પટેલ, કે.ડી. બાવરવા, મહેશભાઈ પારેજીયા, ભાવેશભાઈ સાવરીયા, ધર્મેન્દ્ર વિડજા, અશ્વિન વિડજા, ઇકબાલ જેડા, મહેશ રાજ્યગુરુ, સહિતના હાજર રહ્યા હતા. આથી, માળીયા મીયાણા પોલીસે હલ્લાબોલ કરનાર કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી.

(5:28 pm IST)