સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 9th August 2021

સુરેન્દ્રનગર SOG પોલીસે ૨૫ વર્ષ પહેલા થયેલ ચોરીનો ગુનો ડિટેકટ કર્યો

જમીનમાં દાટેલા સોના - ચાંદીના ઝવેરાત ઝડપી પાડી કુડલાના બે ઇસમોની અટકાયત : એક ઇસમને હાથ બનાવટી સીંગલ બેરલ બાર બોર સાથે પકડી લીધો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૯ : સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાની સુચના મુજબ એસ.ઓજી શાખાના પો.ઇન્સ બી.એમ.રાણાનાં માર્ગદર્શને એએસઆઇ જી.વી.મસીયાવા તથા મગનલાલ રાઠોડ તથા યોગેન્દ્રસિંહ ચુડાસમા તથા પ્રવીણભાઈ આલ તથા હેડ કોન્સ, મહીપાલસિંહ રાણા તથા જયરાજસિંહ ઝાલા તથા વિક્રમભાઈ તથા ગોપલભાઈ તથા પરસોતમભાઈ વિ.સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગ  દરમિયાન રતનપર ૩૪ નંબર બસ સ્ટેન્ડ પાસે આવતા એક દેવીપુજક ઉભેલો છે. જે ચોરી ઘર ફોડના ગુન્હા કરવાની ટેવ વાળો છે. તપાસ કરતા બાતમીમાં જણાવેલ વર્ણન વાળા ઈસમ મળી આવતા પોતાનું નામ મનુભાઈ માવજીભાઈ જીલીયા દેવીપુજક ઉ.વ.૫૬ હાલ રહે.બોટાદ તુરખા રોડ ખોડીયાર મંદીર સામે મુળ રહે. કુંડલા ગામ ભરવાડવાસની બાજુમા તા.ચુડાવાળો હોવાનું જણાવેલ પુછપરછ કરતા તેણે આજથી ૨૫ વર્ષ પહેલા ચુડા તાલુકાના કુડલા ગામે રહેતા નાગરભાઈ સબાભાઈ ત.કોળી ના ઘરે ચોરી કરી હોવાની કબુલાત કરેલ અને ચોરીમાં મળેલ મુદ્દામાલ કુંડલા ગામે પોતાના ઘરે ફળીયા માં લીમડા નીચે દાટેલ હોવાની હકીકત જણાવતા જે બાબતે ખાત્રી કરતા આવો ગુન્હો બનેલ હોવાની હકીકત સાચી હોવાનું જણાઈ આવતા અને મજકુર ઈસમ મુદ્દામાલ દાટેલ તે જગ્યા સ્વેચ્છાએ બતાવવા માંગતો હોય એસ.ઓ.જી કચેરી ખાતે બે પંચો તેમજ સોનીને વજન કાંટા સાથે બોલાવી સમજ કરી આરોપીની દોરવણી મુજબ કુડલા ગામે જઈ લીંમડા નીચે ખાડો ખોદતા મુદ્દામાલ મળી આવતા.કુલ ૧.૫૭ લાખના સોના ચાંદીના ઘરેણાં મળી આવ્યા છે.

જે ઉપરોકત તમામ મુદામાલ સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ વધુ તપાસ અર્થે કબ્જે કરવામા આવેલ છે.આમ ચુડા પોસ્ટેનો ફસ્ટ ગુ.રજી.નંબર ૧૦૨/૧૯૯૫ આઈ.પી.સી. કલમ ૪૫૪,૩૮૦ મુજબનો ગુન્હો ડીટેક થયેલ છે તેમજ આ કાર્યવાહી દરમ્યાન મળેલ બાતમી આધારે કુડલા ગામનો રહેવાસી ભનુભાઈ ઉર્ફે ગુશી માવજીભાઈ જીલીયા (દેવી પુજક) ઉં.વ.૩૫ ધંધો ખેત મજુરી મુળ રહે.કુડલા ગામ તા.ચુડા જી.સુરેન્દ્રનગર વાળાને એક દેશી હાથ બનાવટ સીગલ બેરલ બાર બોર તંમચો કિમત રૂપીયા ૧૦,૦૦૦ સાથે કુડલા ગામ ભરવાડ વાસ ના નાકે થી પકડી પાડેલ છે જે અંગે ચુડા પોસ્ટે મા ગુન્હો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

(12:21 pm IST)