સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 9th August 2021

તાલાલાગીરના શ્રી બ્રહ્મેશ્વર મહાદેવ મંદિરે નમઃ શિવાય અખંડ ધુનનો ૩૮માં વર્ષમાં પ્રવેશ

વાંકાનેર તા. ૯ : તાલાલાગીરમાં આવેલ સુપ્રસિદ્ઘ ધાર્મિક સ્થળ શ્રી બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર, શ્રી ઉદાસીન આશ્રમ ખાતે અહીંના બ્રહ્મલીન મહંત પૂજય ગુરૂદેવશ્રી સોબરનદાસબાપૂએ આ જગ્યામાં આજથી ૩૭ વર્ષ પહેલા શ્રાવણમાસમાં 'ઁ નમઃ શિવાય'ની પંચાક્ષર મંત્રની ધૂન શરૂ કરાવેલ હતી. આજે સદગુરૂદેવશ્રી સોબરનદાસબાપૂની અસીમ કૃપાથી આજે અવિરત દર શ્રાવણમાસ માં અંખડ ધૂન થાય છે જ 'ઁ નમઃ શિવાય'ની અંખડ ધૂન નો આ વરસે (૩૮ માં વર્ષમાં શુભ પ્રારંભ થયેલ છે) જે ધૂનનો પ્રારંભ ગઈકાલે રવિવારના રોજ બપોરે ૩ કલાકે અત્યારના મહંત શ્રી ગણેશમુનિના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવેલ હતો, આ પ્રંસગે સંતો હાજર રહ્યા હતા, જે અંખડ ધૂન આખો શ્રાવણમાસ ચોવીસ કલાક અંખડ ચાલશે, જેમાં તાલાલા શ્રી બ્રહ્મેશ્વર મહિલા ધૂન મંડળના બહેનો ભાગ લેશે તેમજ તાલાલા શહેરના નગરજનો બહોળી સંખ્યામાં દર વરસે લાભ લ્યે છે.

આ ઉપરાંત તાલાલા આજુબાજુના ગામોમાંથી ધૂન મંડળ આવીને ધૂન માં લાભ આપે છે. આખો શ્રાવણમાસ ઁ નમઃ શિવાયની ધૂનના નારાથી શિવાલય ગુંજી ઉઠશે. તાલાલા શહેરમાં આવેલ શ્રી બરમેશ્વર મહાદેવ મંદિરે આખો શ્રાવણમાંસ ભકિતમય માહોલ રહે છે તેમજ જન્માષ્ટમી ના રોજ બપોરે વાજતે ગાજતે શરણાઈના સૂરો સાથે ભવ્ય શોભાયાત્રા નીકળે છે તેમજ શ્રાવણમાસ અમાસના ભગવાન ભોળાનાથ શિવજીની ભવ્ય શોભાયાત્રા બપોરે વાજતે ગાજતે નીકળે છે જ શોભાયાત્રા બાદ આખા માસની ધૂન વિરામ પામે છે, શ્રાવણમાસ શ્રી બ્રહ્મેશ્વર મહાદેવ મંદિરે ભકિતમયના દિવ્ય વાતાવરણ વચ્ચે અંખડ ધૂન ગવાય છે. શરણાઈના સૂરો, તેમજ હાર્મોનિયમ સાથે રાત્રીના તો અનોખો ધૂન ની રંગત જામે છે હરી હર ગ્રુપ ના સહુ ભાવિકો જહેમત ઉઠાવે છે.(

(12:18 pm IST)