મોરબી હોટલે ચા પીવા ગયેલા વૃદ્ધને અજાણ્યા વાહને હડફેટે લેતા અમદાવાદ ખાતે સારવારમાં મોત.
મોરબીના માળીયા ફાટક નજીક હોટલે ચા પાણી પીવા ગયેલ વૃદ્ધને અજાણ્યા વાહને હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમને અમદાવાદ સારવારમાં દાખલ કરાતા મોત નીપજતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગત તારીખ ૧૮ જુલાઈના રોજ આલાભાઇ ગગાભાઇ ચાવડા (ઉ.વ.૮૦) પોતાના ઘેરથી માળીયા ફાટક પાસે સમર્પણ હોસ્પિટલ નજીક ચા પીવા ગયા હતા અને પરત ઘરે આવતી વેળાએ કોઈ અજાણ્યા વાહને હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચતા અમદાવાદ સારવારમાં દાખલ કર્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું છે.
આ મામલે મૃતકના પૌત્ર કેતનભાઈ કાંતીભાઈ ચાવડાએ અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ આઈપીસી કલમ ૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી. એક્ટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ (બી) મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.