News of Thursday, 8th March 2018
મહિલા દિનની પૂર્વ સંધ્યાએ જૂનાગઢની સગીરાનું અપહરણ
આરોપી સુમીત ચોટલીયા પોલીસને હાથવેંતમાં
જૂનાગઢ તા. ૮ : મહિલા દિનની પૂર્વ સંધ્યાએ એક નરાધમ જુનાગઢની સગીરાનું અપહરણ કરી ગયો હોવાનું જાણવા મળેલ છે.
જુનાગઢના સરદારપરા ચોક નજીકના એક એપાર્ટમેન્ટમાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીને ગઇકાલે મોબાઇલ ફોન નં. ૭૦૧૬૩ ૮૬૦૫૬નો ધારક શકદાર સુમિત ચોટલીયા લલચાવી - ફોસલાવી ભગાડી જઇ અપહરણ કરી ગયો હતો.
આ અંગે બી-ડીવીઝન પોલીસે અપહરણનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
તેમજ ફરિયાદનાં પગલે પી.આઇ.વાળાએ મોબાઇલ નંબરના આધારે ત્વરિત તપાસ હાથ ધરી હતી. જેમાં અપહરણકાર સુમિત ચોટલીયા પોલીસને હાથવેંતમાં હોવાનું જાણવા મળેલ છે.
(1:11 pm IST)