સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th March 2018

જોડીયા તાલુકા પંચાયત કચેરીમાં અરજદારોને ખવડાવાતા ધરમધક્કા!!

એન્જીનીયર કક્ષાના અધિકારી સામે આક્ષેપઃ ગ્રામ વિકાસ એજન્સી નિયામકને રજૂઆત

જોડીયા તા. ૮ :.. અહીંયા તાલુકા પંચાયત કચેરીમાં અરજદારો સાથે પક્ષપાતી ભર્યુ વલણ અપનાવી ધરમ ધકકા ખવડાવાતા હોવાની ફરીયાદો ઉઠી છે.

આ મામલે જામનગર યુથ કોંગ્રેસના હાજી મામદ આમદભાઇ બારૈયાએ નિયામક - ગ્રામ વિકાસ એજન્સી, જામનગરને રજૂઆત કરી છે. કે જોડીયા તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા ૧૧ માસના કરાર આધારીત એન્જીનીયર કક્ષાના એક અધિકારી દ્વારા અરજદારોને વારંવાર ધકકા ખવડાવવામાં આવે છે... તો સામાન્ય અરજદારો સાથે ગેરવર્તન કરી પક્ષપાતી ભર્યુ ર્વતન પણ કરાય છે. ત્યારે સત્વરે યોગ્ય કરવામાં આવે તેવી માંગણી ઉચ્ચારી છે.

(11:35 am IST)