સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th February 2023

ઓખા અમૃતસર-મથુરા-વાંકાનેરટ્રેન શરૂ કરવા રજૂઆત

ભારતીય રેલ પેસેન્‍જર સુવિધા સમિતિ દ્વારા સરપ્રાઇઝ નિરીક્ષણ

(ભરત બારાઇ દ્વારા) ઓખા તા. ૯ :.. ઓખા રેલ્‍વે સ્‍ટેશન દેશનું ટર્મીનલ ગણાય છે. દેશના દરેક રાજયને જોડતી પ ટ્રેન અને સાપ્તાહિક ૧ર ટ્રેન કુલ ૧૭ ટ્રેનો કાર્યરત છે. દરરોજ રપ૦૦ જેટલા યાત્રિકો આ સ્‍ટેશનેથી સફર કરે છે. આજરોજ ભારતીય રેલ્‍વે પેન્‍શનર સુવિધા સમિતિ દ્વારા ઓખા તથા દ્વારકા સ્‍ટેશનનું સરપરાઇઝ નિરીક્ષણ કરવામાં આવેલ જેમાં સ્‍ટેશનના આરપીએફ સ્‍ટેશનના સીસી કેમેરા, સોચાલયો, પાણીના પરબ, વેઇટીંગ રૂમ, લીફટ સુવિધા સાથે અહીં બનતા ઓવરબ્રીજનું નિરીક્ષણ કર્યુ હતું.

ઓખા સ્‍ટેશન મેનેજર શ્રી મનોજકુમાર ઝા સાહેબે ઓખા સ્‍ટેશનની પુરી માહિતી આપી હતી. અહીં ઓખા ડીઆરયુસીસી મેમ્‍બર દિપકભાઇ રવાણી, દાંડી હનુમાન મંદિર ટેસ્‍ટી રમેશભાઇ મજીઠીયા તથા વેપારી અગ્રણી હરેશભાઇ ગોકાણીએ કોરોના કાળમાં બંધ કરેલ ઓખા વિરમગામ ટ્રેન ચાલુ કરવા સાથે ઓખા મથુરા અને ઓખા અમૃતસર પંજાબની ટ્રેનો ચાલુ કરવા લેખીત રજૂઆત કરી હતી.

આ પ્રસંગે પેસેન્‍જર સુવિધા સમિતિના અધ્‍યક્ષ પી. કે. કૃષ્‍ણદા, સદસ્‍ય કૈલાશભાઇ  વર્મા, ડો. રાજેન્‍દ્ર ફડકે, ગીરીશ રાજગોર, છોટુભાઇ પાટીલ, ભજનલાલ સાથે આસીસ્‍ટન્‍ટ કોમર્શીયલ મેનેજર વી. ચંદ્રશેખર અને દ્વારા સીએમઆઇ કંદનભાઇ ખાસ હાજર રહ્યા હતાં.

(12:06 pm IST)