સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th August 2022

મોરબીમાં સ્વચ્છતા અભિયાનના ધજાગરા : સુરજબાગ પાસે ખદબદતી ગંદકીથી રોગચાળાનો ભય.

સુધરાઈની બેદરકારીને પગલે ગંદકીના ગંજ ખડકાયા.

મોરબી શહેરમાં સ્વચ્છતા અભિયાનના નાટકો જોવા મળે છે એક તરફ તંત્ર સ્વચ્છતા અભિયાનની વાતો કરે છે તો બીજી તરફ અનેક રહેણાંક વિસ્તારો તેમજ માર્કેટ પાસે બેફામ ગંદકી ખદબદતી જોવા મળે છે જેમાં સુરજબાગ પાસે અસહ્ય ગંદકીને પગલે રોગચાળાનો ભય તોળાય રહ્યો છે
મોરબી શહેરના સ્ટેશન રોડ પર સુરજબાગ પાસે શાકમાર્કેટ ભરાતી હોય છે જ્યાં બેફામ ગંદકી જોવા મળી રહી છે ખાદ્ય ચીજવસ્તુઓ અને શાકભાજીના માર્કેટ પાસે બેફામ ગંદકીને પગલે મચ્છર થતા હોવાથી ખાદ્ય પદાર્થો દુષિત થાય અને નાગરિકોના આરોગ્ય જોખમાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે સુરજબાગ નજીક બેફામ ગંદકી જોવા મળી રહી છે જ્યાં ગટરના ગંદા પાણી, વરસાદી પાણીનો ભરાવો તેમજ કચરાનો આડેધડ નિકાલ જોવા મળે છે જેથી ગંદકી અસહ્ય હદે વધી છે જેથી બેફામ દુર્ગંધથી લોકોનું માથું ફાટી જાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે
અહીંથી પસાર થવું પણ રાહદારીઓ માટે મુશ્કેલ બન્યું છે ઉપરાંત ગંદકીને કારણે રખડતા ઢોરનો ત્રાસ પણ વધ્યો છે જેથી નાગરિકોની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે ત્યારે પાલિકા તંત્ર બેફામ ગંદકીની સફાઈ માટે જાગૃત બને તેવી માંગ પણ સ્થાનિકો કરી રહ્યા છે

(11:49 pm IST)