સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th August 2022

મોરબી જીલ્લામાં સોમવારે કોરોનાના નવા ૨૨ કેસ નોંધાયા :એક્ટીવ કેસનો આંક ૧૧૧ થયો.

મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે જેમાં સોમવારે જીલ્લામાં નવા ૨૨ કેસ નોંધાયા છે આજે ૧૨ દર્દીઓ સ્વસ્થ થયા છે ત્યારે એક્ટીવ કેસનો આંક ૧૧૧ થયો છે.
મોરબી જીલ્લામાં નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૬ કેસ જેમાં ૧૧ ગ્રામ્ય અને ૦૫ શહેરી વિસ્તારમાં, વાંકાનેર અને હળવદ તાલુકાના ૦૧-૦૧ કેસ શહેરી વિસ્તારમાં, ટંકારા તાલુકાના ૦૪ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૨૨ કેસ નોંધાયા છે તો ૧૨ દર્દીઓ સ્વસ્થ થયા છે મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક વધીને ૧૧૧ થયો છે.

(11:44 pm IST)