સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th August 2022

મોડીસાંજે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો : સાંજે 7,43 કલાકે ભૂકંપનો આંચકો : તીવ્રતા 3.2ની મપાઈ

ગુજરાતના કચ્છ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. તેની તીવ્રતા 3.2 માપવામાં આવી છે. સિસ્મિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ગાંધીનગરે જણાવ્યું હતું કે આ ભૂકંપ કચ્છમાં સાંજે 7.43 વાગ્યાની આસપાસ આવ્યો હતો. હાલમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી

(8:56 pm IST)