સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th August 2022

ધ્રોલના જી.એમ પટેલ સ્કુલ ખાતે રેન્જ આઈજી સંદીપસિંગ ની અધ્યક્ષ સ્થાને ઈ-એફ.આઈ.આર અંગે જાગૃતતા લાવવા કાર્યક્રમનું આયોજન કરાયું

મોબાઈલ ચોરી કે વાહન ચોરી વિશે પોલીસ સ્ટેશનમાં ધક્કા નહિ ખાવા પડે અને ઘરે બેઠા ઈ-એફ.આઈ.આર કરી શકાશે : સંદીપસિંગ

ધ્રોલ :તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ઈ-એફ.આઈ.આર ની સેવાનો ગાંધીનગર એન.એફ.એસ.યુ.માં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પ્રારંભ કરાવ્યો હતો જેમાં મોબાઈલ ચોરી કે વાહન ચોરી વિશે પોલીસ સ્ટેશનમાં ધક્કા નહિ ખાવા પડે અને ઘરે બેઠા ઈ-એફ.આઈ.આર કરી શકે એ માટે ખૂબ ઉપયોગી બનશે જેનો વધુમાં વધુ લોકો ઉપયોગ કરે અને માહિતગાર થાય એ માટે પોલીસ દ્વારા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેના ભાગરૂપે આજરોજ ધ્રોલ ના જામનગર રોડ પર આવેલ જી.એમ પટેલ સ્કૂલ ખાતે ઈ-એફ.આઈ.આર વિશે માહિતગાર કરવા માટે રેન્જ આઈજી સંદીપસિંગ , અને જામનગર એસ.પી પ્રેમસુખ ડેલુના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રેન્જ આઈજી સંદીપસિંગ, જામનગર એસપી પ્રેમસુખ ડેલુ, જામનગર ગ્રામ્ય ડીવાયએસપી કૂણલ દેસાઈ, ધ્રોલ સી.પી.આઇ, ધ્રોલ પી.એસ.આઈ, સહિત જી.એમ પટેલ સ્કૂલના ટ્રસ્ટીઓ ઘોડાસરા, જેરામબાપા વાસજાળીયા,રમેશભાઈ રાણીપા, સહિત ધ્રોલ પોલીસ સ્ટાફ અને જી.એમ પટેલ સ્કૂલ ની બાળાઓ
 ઈ-એફ.આઈ.આર વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી .. રાજ્યમાં છાશવારે મોબાઈલ અને વાહનોની ચોરીની ઘટનાઓ બનતી હોય છે આ અંગે ઈ-એફ.આઈ.આર.માં ફરિયાદી સિટીઝન પોર્ટલ પર ફરિયાદ કરી શકશે ઈ-એફ.આઈ.આર વાહન કે ફોન ચોરી અંગે જ ફરિયાદ કરી શકાશે અને ફરિયાદીને તેની ફરિયાદની ઈ-મેલ અથવા SMS થી તમામ જાણ પણ જે તે પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે..
(સંજય ડાંગર ધ્રોલ)

(7:52 pm IST)