સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th August 2022

ખંભાળીયાઃ પત્‍નિના આપઘાતની દુષ્‍પ્રેરણાના કેસમાં પતિને ૩ વર્ષની સજા

ખંભાળીયા,તા. ૮ : આત્‍મહત્‍યા દુષ્‍પ્રેરણા આપવા સંબંધેના આરોપીને સજા ખંભાળીયા સેશન્‍સ અદાલતે સજા ફરમાવી હતી.

આ ચકચારી કેસની હકીકત એવી છે કે ખંભાળીયા તાલુકાના વડત્રા ગામના રહેવાસી પ્રવિણસિંહ ભુપતસિંહ જાડેજાના લગ્ન માંગરોળ તાલુકાના રહીજ ગામના કંચનબા ડો/ઓ મુળુભા ચુડાસામા સાથે થયેલા અને લગ્નબાદ આરોપી પ્રવિણસિંહ મકણ જનાર કંચનબાને દારૂ પી વારંવાર દુઃખ, ત્રાસ અને મારકુટ કરતા કંચનબાથી આ ત્રાસ સહન ન થતા તેણીએ તા. ૨૮/૧૦/૨૦૧૬ના રોજ વડત્રા મુકામે પોતાના ઘરે કેરોસીન છાંટી સળગી જઇ મરણ જતા તે બાબતની ફરીયાદ કંચનબાના ભાઇ કનુભા મુળુભા ચુડાસમાએ ખંભાળીયા પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ કરતા તે સંબંધેનો કેસ ખંભાળીયાના શ્રી પ્રિન્‍સીપાલ  સેશન્‍સ જજ કોર્ટમાં ચાલી જતા આ કેસમાં સરકારી વકીલશ્રી કમલેશભાઇ સી.દવેએ ફરીયાદી તરફે રજુ કરેલ પુરાવા અને દલીલો ગ્રાહ્ય રાખી આરોપી પ્રવિણસિંહને કોર્ટે તકશીરવાન ઠેરવી ત્રણ વર્ષની કેદની સજા અને રૂા. ૧૫૦૦ દંડ કરતો હુકમ ફરમાવેલ છે.

(1:36 pm IST)