સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th August 2022

જૂનાગઢમાં મહિલા કર્મયોગી દિવસની ઉજવણી

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા. ૬ : નારી વંદન ઉત્‍સવ-ર૦રર ના પાંચમાં દિવસની થીમ મુજબ ‘મહિલા કર્મયોગી દિવસ'ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ નિમિતે નારી વંદન ઉત્‍સવ અને વિશ્વ સ્‍તનપાન સપ્તાહ અંતર્ગત કાનૂની જાગળતિ કાર્યક્રમ અને માનસિક સ્‍વસ્‍થતા અંગે જાગળતી કાર્યક્રમ માટે એક વિષેશ કાર્યકમ યોજાયો હતો. કાર્યક્રમ મહાનગરપાલિકા દ્વારા પંડિત દિન દયાળ ઉપાધ્‍યાય સભા ખંડ ખાતે ઉજવણી કરવામાં આવેલ.
જેમાં મહાનગરપાલિકાની તમામ શાખાના મહિલા કર્મચારીઓ, એડવોકેટ  વર્ષાબેન બોરીચાંગર, સિવિલ હોસ્‍પિટલના સાયકાટ્રીસ વિભાગના ડૉ.તન્‍વી કાચા(્નMD Psychiatry) તથા માકડિયા , પ્રોજેક્‍ટ ઓફિસર નિશાબેન ધાંધલ તેમજ ‘નારી વંદન ઉત્‍સવ'ના નોડલ અધિકારી વત્‍સલાબેન એસ. દવે અને સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી ગીતાબેન આર. વણપરીયાની હાજર રહેલ છે. આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર દ્વારા વિશ્વ સ્‍તાનપાન સપ્તાહ અંતર્ગત સ્‍તનપાનની અગત્‍યતા તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓ માટે પોષણ યુક્‍ત આહારની ટેવો વિષે માર્ગદર્શન આપવામાં આવેલ. આ સાથે જ આજના દીવસના વિષય કર્મયોગ પર પણ ઉપસ્‍થિત કર્મયોગી મહિલાઓને પોતાના કામમાં કર્મનિષ્ઠ બની કેવી રીતે કામગીરી કરવી એ અંગે સમજ આપેલ છે.
ડૉ.તન્‍વી કાચા દ્વારા બહેનોની પરિવાર અને કામકાજ વચ્‍ચે સંતુલન વિષય પર કેવી રીતે ચાલવું તેનું પથદર્શન આપી માનસિક સ્‍થિતિ સારી રહે તે માટે શું કરવું અને કેવી રીતે માનસિક રીતે સ્‍વસ્‍થ રહી શકાય તે બાબતે વિચાર વિમર્શ કરવાંમાં આવ્‍યા હતા. એડવોકેટ વર્ષાબેન બોરીચાંગર ખાસ મહિલાના થતી જાતીય સંતામણીનાં ભોગ ન બને તે માટે શું કાળજી રાખવી અને કેવી રીતે પોતાની સુરક્ષા અને સાવચેતી રાખવી. તે અંગે અગ્રણી અને મહિલા ધારાશાષાી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું અને જાતીય સંતામણી અધિનિયમ ૨૦૧૩ વિશેની કાયદાકીય જાણકારી આપવામાં આવી હતી. કોરોના સમય દરમિયાન સારી કામગીરી કરેલ કર્મયોગી બહેનોનું પ્રમાણપત્ર આપી વિશેષ સનમાન કરવામાં આવ્‍યું હતુ. મહાનુભાવો દ્વારા તેમની સારી કામગીરીને સરાહી પ્રોત્‍સાહન આપવામાં આવ્‍યું. સમગ્ર કાર્યકમ દરમિયાન મહાનગરપાલિકાની તમામ શાખાના મહિલા કર્મચારીઓ ઉપસ્‍થીત રહ્યા હતા. આ કાર્યક્રમની વિશેષતાએ હતી કે બહેનો સાથે વિવિધ રમતો જેવી કે અભિનય દ્વારા ઓળખ અને અંતાક્ષરી જેવી રમતો રમાડી એક ખુશખુશાલ વાતાવરણ બન્‍યું હતું.

 

(1:36 pm IST)